<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ફેબ્રુઆરીમાં ભરવાડ સમાજના ર૭માં સમુહલગ્નોત્‍સવઃ ૧૦૦ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશેઃ ભવ્‍ય આયોજન

સમુહ લગ્ન સમિતિના પ્રમુખ લીંબાભાઇ માટીયાઃ ઉપપ્રમુખ રાજુભાઇ જુંજાની વરણી

રાજકોટ તા. ૧૪: શહેરમાં છેલ્લા ર૭ વર્ષથી ભરવાડ સમાજના સમુહ લગ્ન યોજાય છે. અત્‍યાર સુધીમાં રપ૦૦ થી વધુ દિકરીઓ સમુહલગ્નમાં જોડાઇને પોતાનો ગૃહસંસાર સુખ-રૂપ રીતે નિભાવી રહી છે. શ્રી ગોપાલક સમુહલગ્ન સમિતી આયોજીત ર૭મો સમુહલગ્નોત્‍સવ આગામી તા. ૪-ર-ર૦રપ, મંગળવારના રોજ રાજકોટ ખાતે યોજાશે જેમાં ૧૦૦ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે.

આ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ પરમ પુજય ઘનશ્‍યામપુરી બાપુ સહિતના સંતો-મહંતો અને સમાજના શ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિત રહી દિકરીઓને આશીર્વચન પાઠવશે.

સમુહલગ્નની વ્‍યવસ્‍થાના ભાગ રૂપે સમુહલગ્ન સમિતિના પ્રમુખ તરીકે લીંબાભાઇ માટીયા, ઉપ-પ્રમુખ તરીકે રાજુભાઇ જુંજા, મહામંત્રી તરીકે ગોપાલભાઇ સરસીયા અને ખજાનચી તરીકે પરેશભાઇ સોરીયાની વરણી કરવામાં આવી છે.

આ સમુહલગ્નમાં દિકરીઓને સોના-ચાંદીની વસ્‍તુઓ ઉપરાંત જીવન જરૂરી ઘર વખરીનો તમામ માલ-સામાન કરીયાવરમાં આપવામાં આવશે. આ વખતના ભોજન ખર્ચના દાતા રાજુભાઇ મેવાડા પરિવાર છે. સમુહલગ્નમાં ર૦ હજારથી વધુ ભાઇઓ-બહેનો ભોજન-પ્રસાદનો લાભ લેશે. સમુહલગ્ન બાબતે સમાજમાં આવેલી જાગૃતિના પગલે દર વર્ષે રાજકોટ, વાંકાનેર, નિકાવા, પડધરી, ખારવા, જોડીયા, જામનગર, ખંભાળીયા, લાલપુર, કડુકા, સાવરકુંડલા, વિગેઢરે સ્‍થળે સમુહ લગ્ન યોજાય છે. જેમાં દર વર્ષે ૧ર૦૦ થી વધુ દિકરા-દિકરીઓ જોડાય છે આ સમુહલગ્નમાં જોડાવા ઇચ્‍છતા દિકરાઓની ઉંમર ર૧ વર્ષ અને દિકરીઓની ઉંમર ૧૮ વર્ષ પુરી હોવી જરૂર છે. સમાજના નિયમ મુજબ દિકરીઓનું આણું સાથે વાળવાનું રહેશે તેમજ દાગીનાની લેતી-દેતી પણ ૮ થી ૧૦ તોલાની કરવાની રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ સમુહ લગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ લીંબાભાઇ ખેંગારભાઇ માટીયા, ઉપ-પ્રમુખ રાજુભાઇ નોંધાભાઇ જુંજા, મહામંત્રી ગોપાલભાઇ મનુભાઇ સરસીયા, ખજાનચી પરેશભાઇ લખમણભાઇ સોરીયા, હિરાભાઇ ઉકાભાઇ બાંભવા, ભીખાભાઇ લક્ષ્મણભાઇ પડસારીયા, નારણભાઇ ચનાભાઇ ટારીયા, હરીભાઇ ગોકળભાઇ માટીયા, નાગજીભાઇ જીણાભાઇ ગોલતર, બીજલભાઇ રામજીભાઇ ટારીયા, નારણભાઇ માંડણભાઇ વકાતર, રમેશભાઇ તેજાભાઇ જુંજા, મનુભાઇ બચુભાઇ બાંભવા, ધીરજભાઇ અરજણભાઇ મુંધવા, વાઘજીભાઇ રવજીભાઇ બાંભવા, રામભાઇ દેવાભાઇ ખીંટ, મેહુલભાઇ ભરતભાઇ ગમારા, રમેશભાઇ દિનેશભાઇ ટોળીયા, જીવણભાઇ દેવાભાઇ માટીયા અને રઘુભાઇ કાળાભાઇ મેવાડા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:39 PM IST)