<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

હિરાસર એરપોર્ટનું નવુ ટર્મિનલ તૈયારઃ માર્ચ ર૦રપ થી સંભવતઃ ઇન્‍ટરનેશનલ ફલાઇટઃ ઉદઘાટન માટે નરેન્‍દ્રભાઇ આવશે ?

રાજકોટ તા. ૧પઃ શહેરથી ૩પ કિમી દુર ૧ર જેટલી ડોમેસ્‍ટીક ફલાઇટ સાથે ધમધમતુ  હિરાસર એરપોર્ટનું નવુ ટર્મિનલ તૈયાર થઇ ગયું છે, જેના પરિણામે માર્ચ-ર૦રપ થી સંભવીત ઇન્‍ટરનેશનલ ફલાઇટ શરૂ થાય તેવી શકયતા છે. સાધનોના ઉમેર્યા પ્રમાણે હતુ કસ્‍ટમ તથા અન્‍ય બાબતોની કાર્યવાહી ચાલુ છે, નવા ટર્મિનલ ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ આવે તેવી શકયતા દર્શાવાઇ રહી છે. ઉદઘાટન માટે તેમની પાસે તારીખો મંગાઇ છે. ગઇકાલે સાંસદશ્રી પરષોતમભાઇ રૂપાલાની હાજરીમાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની હાલ પ્રથમ મિટીંગ મળી હતી, સાંસદશ્રી રામભાઇ મોકરીયા તથા અન્‍યો ખાસ ઉપસ્‍થિત રહયા હતા, કમિટી દ્વારા નવા બિલ્‍ડીંગની સમીક્ષા કરાઇ છે, હાલ તમામ ફલાઇર્ટો હાઉસફુલ જઇ રહી છે

 

(11:58 AM IST)