<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

નાગરીક બેંકના ૧૦ લાખથી વધુ થાપણદારો-સભાસદોની પરસેવાની કમાણી સુરક્ષિત રહે તે માટે ઝુંબેશઃ કલ્‍પકભાઇ

અમને ચૂંટણી દરમિયાન હર્ષિત કાવર (ડીરેકટર) એ ધમકી આપી હોવાનો ધડાકો : મુંબઇ કાલબાદેવી બ્રાંચ-જૂનાગઢ બ્રાંચમાં ર૦ થી રપ કરોડનું કૌભાંડ થયું છેઃ અમે જીતશું એટલે કૌભાંડીઓ સામે તરત જ ફોજદારી : રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણીમાં સંસ્‍કાર પેનલના કલ્‍પક મણીઆરની પત્રકાર પરિષદઃ હવે તેમની પેનલના ૧૧ ઉમેદવારો

રાજકોટ નાગરીક બેંકની ચૂંટણીના સંસ્‍કાર પેનલના શ્રી કલ્‍પક મણીઆરે પત્રકાર પરીષદ સંબોધી હતી, બાજુમાં પેનલના અન્‍ય ઉમેદવારો-આગેવાનો જણાય છે.

રાજકોટ તા. ૧પઃ રાજકોટ નાગરિક સહકારી બેન્‍કના પૂર્વ ચેરમેન તેમજ વર્તમાન ડિરેક્‍ટર શ્રી કલ્‍પકભાઈ મણીઆરે  પત્રકાર પરિષદમાં જણાવ્‍યુ હતું કે આપણી નાગરિક બેન્‍ક કે વિશ્વની કોઈપણ બેન્‍ક નો ઙ્કઆત્‍માઙ્ઘ એટલે ‘‘જન વિશ્વાસ'' જ છે. કમનસીબે દુઃખ સાથે કહેવું પડે છે કે ૭૦ વર્ષથી જન સમુદાયના અપ્રતિમ વિશ્વાસ અને ભરોષા થી આપણી બેન્‍ક દેશની અગ્રણી બેન્‍ક હતી ‘‘નાના માણસની મોટી બેન્‍ક'' એ છેલ્લા દોઢ બે વર્ષથી માત્ર ‘‘મોટા-ખોટા માણસો''ની બેન્‍ક બની ગયેલ છે. મુંબઈની કાલબાદેવી તેમજ જુનાગઢ બ્રાન્‍ચના શ્રેણી બધ્‍ધ એક સમાન લોન કૌભાંડો બહાર આવતા છેલ્લા દોઢેક વર્ષ થી આંતરિક રીતે સક્રિય બનીને અભિયાન આરંભેલ છે જે ચૂંટણી ના પરિણામો બાદ પણ અમો ચલાવતા રહેશું.

બેન્‍કમાં થાપણ દારો, સભાસદો, ગ્રાહકો, શુભચિંતકો, ડેલિગેટો, જૂના-વર્તમાન કર્મચારીઓ વિગેરે મળીને દસ લાખથી વધુ લોકોનો આપણો આ ‘‘નાગરિક મહા પરિવાર'' છે. હું બાલ્‍યાવસ્‍થાથી રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘનો સ્‍વયં સેવક છું. મને જે જે જવાબદારીઓ સોંપાતી ગઈ તે તે મેં પૂરી નિષ્ઠા, પ્રમાણિક્‍તા તેમજ કુશળતા પૂર્વક નિભાવેલ છે. સંઘ માથી મળેલ જવાબદારીમાં ભૂતકાળમાં વિદેશ વિભાગ હોય કે વર્તમાનમાં સહકાર ભારતી,વર્લ્‍ડ હિન્‍દુ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશનની જવાબદારી સંભાળું છું.

બેન્‍કનો ઝડપી વિકાસ અને ઙ્કભાવ હજારો સ્‍વયં સેવકો, કાર્યકર્તાઓ, કર્મચારીઓ, સભાસદો, થાપણદારો વિગેરે થકી થયેલ છે. અમો તો માત્ર સંચાલકો તરીકે કાર્ય કરતાં રહીએ છીએ.

બેન્‍કમાં મામા-ભાણેજ કે સંઘ-ભાજપનો કોઈ વિવાદ નથી. માત્ર સંઘના સાચા સ્‍વયં સેવક અને બેન્‍કના ડિરેક્‍ટર કે પૂર્વ ચેરમેનનું કર્તવ્‍ય નિભાવવા અંગે કોણ સાચું અને કોણ ખોટું ? તે મહત્‍વનો મુદ્દો છે. કૌભાંડો, સ્‍કેમના આધાર પુરાવાઓ નાગરિક પરિવાર અને જાહેર જનતા સમક્ષ રજૂ છે, દૂધ નું દૂધ અને પાણી નું પાણી બધા સમજતા જાય છે.

અમારૂં મુખ્‍ય ધ્‍યાન એ છે કે બેન્‍ક કૌભાંડ મુક્‍ત બને, લાખો લોકોના રુપિયાની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે. ડિરેક્‍ટરોની ચૂંટણી એ માત્ર આ અભિયાનમાં આવેલો માત્ર એક માઈલ્‍સ્‍ટોન છે. મારા સહિતના સંસ્‍કાર પેનલના ઉમેદવારો કે સંસ્‍કાર પરિવારના કાર્યકર્તાઓ ચૂંટણી બાદ પણ અમારું અભિયાન ચાલુ રાખવા માટે સંકલ્‍પબધ્‍ધ છીએ. હાલમાં અમો ૪ ઉમેદવારોના ફોર્મ રદ થયેલ છે જેની સામેની પિટિશન આજે હાઈકોર્ટે સ્‍વીકારેલ નથી. પરંતુ અમારા સંસ્‍કાર પેનલના ૧૧ ઉમેદવારોએ રાજકોટ શહેરના ૧૯૬ મતદારો મારફત બહુમતીથી ચૂંટાઈને આવવાનું છે ત્‍યારે અમોને વિજયનો પૂરો વિશ્વાસ છે.

મીડિયા સમક્ષ કલ્‍પકભાઈ મણિઆરે જણાવ્‍યું હતું કે હાઇકોર્ટ દ્વારા સંસ્‍કાર પેનલના ચાર ઉમેદવારોના નામ રદ કરવામાં આવ્‍યા તે હુકમને અમે સ્‍વીકારીએ છીએ પરંતુ સામે પક્ષે સહકાર પેનલમાં તમામ ઉમેદવારો બે જગ્‍યાએ સભ્‍યપદ ધરાવે છે. જોકે અમે તેમાં પડવા માંગતા નથી. અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે બેંકમાં થતા કૌભાંડો બંધ કરવામાં આવે રાજકોટ નાગરિક સહકારી બેંક કૌભાંડ મુક્‍ત બને તે જ અમારો આશય છે. ચૂંટણી લડવી એ અમારો હેતુ નથી. સહકાર પેનલ સામે ચૂંટણી લડતા સંસ્‍કાર પેનલના ઉમેદવારો અને ટેકેદારોને સામ દામ દંડ ભેદથી રોકવામાં આવ્‍યા હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરાયો હતો, તેમણે ધડાકો કર્યો હતો કે, અમને ડીરેકટર હર્ષિત કાવર તરફથી ધમકી પણ અપાઇ હતી.

જોકે સહકાર પેનલ ને ભારતીય જનતા પક્ષ દ્વારા ખુલ્લુ સમર્થન આપવામાં આવતા તે બાબતે કલ્‍પકભાઈએ કોઈ જ ટિપ્‍પણી કરી ન હતી. તેમણે જુનાગઢ બ્રાન્‍ચ દ્વારા જે પ્‍લોટ ઉપર રૂ. ૧૦,૦૦,૦૦૦ ની લોન મળે ત્‍યાં રૂપિયા ૪૦ લાખની લોન આપી કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા અને તેમાં તેમણે એવું પણ કહ્યું કે જુનાગઢ મહાનગરપાલિકામાં રજૂ થયેલો પ્‍લાન સાચો છે જ્‍યારે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં રજૂ થયેલો પ્‍લાન ખોટો છે. આ જ રીતે મુંબઈના કાલબાદેવી બ્રાન્‍ચમાં પણ કૌભાંડ થયું છે જેથી તેની તાત્‍કાલિક પોલીસ ફરીયાદ કરવામાં તેવી માંગણી છે.

પત્રકાર પરિષદમાં કલ્‍પકભાઇએ જણાવેલ કે, જૂનાગઢ, મુંબઇ કાલબાદેવી આ બે બ્રાન્‍ચમાં આશરે રપ કરોડનું કૌભાંડ થયું છે, અમારા ૧પ પૈકી કોઇ ખડયું નથી, અમારા ટેકેદારોને પણ ધમકાવવામાં આવ્‍યા છે, અમે જીતીશું એટલે કૌભાંડ બાદ તરત જ પગલા લઇશું, ફોજદારી કરાશે. જયાં સુધી બેંકને કૌભાંડ મુકત નહિ કરીએ ત્‍યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.

અમારી આ ઝુંબેશ ૧૦ લાખથી વધુ થાપણદારો, સભાસદો, અને ગ્રાહકોના પરસેવાની કમાણી સુરક્ષિત રહે તે માટે છે. નાગરિક બેંક જૂનાગઢ બ્રાંચમાં ર૦ લાખની મિલકત સામે ૮૦ લાખની લોન અપાઇ છે.પત્રકાર પરીષદમાં ડો. ડી. કે. શાહ, વિશાલભાઇ મીઠાણી, નીતાબેન શેઠ, દિપકભાઇ અગ્રવાલ, ભાગ્‍યેશભાઇ વોરા, વિજયભાઇ કારીયા, હિનાબેન બોઘાણી, વિબોધભાઇ દોશી, કાળુ મામા, જયંતભાઇ ધોળકિયા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:49 PM IST)