<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

૮૦ હજારના વાયરના બંડલોની ચોરી કરનાર લક્ષ્મી, સોનલ અને પૂજા પકડાઇ

ટાગોર રોડ એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા મકાનમાં બનાવ બન્‍યો'તો : એ-ડિવીઝન પોલીસ મથકના ઇન્‍ચાર્જ પીઆઇ જે. આર. દેસાઇ, પીઆઇ મહાલેની રાહબરીમાં ભરતસિંહ ગોહિલ અને ટીમની કામગીરીઃ ધારાભાઇ ગઢવી અને ભગીરથસિંહની બાતમી

રાજકોટ તા. ૧૫: ટાગોર રોડ પર એલઆઇસી સોસાયટી-૨માં નવા મકાનમાં વાયરીંગનું કામ ચાલતુ હોઇ તેમાં ઇલઇેક્‍ટ્રીક વાયરના બંડલો બાથરૂમમાં રખાયા હોઇ તાળુ તોડી રૂપિયા ૮૦ હજારના વાયરના આ બંડલો કોઇ ચોરી ગયું હતું. એ-ડિવીઝન પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી ત્રણ મહિલાને પકડી લઇ અઢાર બંડલ જેટલો વાયર કબ્‍જે કર્યો છે.

ચોરીનો ગુનો દાખલ થતાં ડી. સ્‍ટાફની ટીમે તપાસ શરૂ કરી સીસીટીવી ફુટેજ ચકાસ્‍યા હતાં. દરમિયાન હેડકોન્‍સ. ધારાભાઇ ગઢવી અને કોન્‍સ. ભગીરથસિંહ ઝાલાએ બાતમી મળતાં શાષાીમેદાન પાસેથી ત્રણ મહિલાને વાયરોના બંડલ સાથે પકડી લીધી હતી. પ્રાથમિક પુછતાછમાં તેણીએ રેઢા મળ્‍યાનું રટણ કર્યુ હતું. વિશેષ પુછતાછ થતાં અને ફુટેજ ચેક કરવામાં આવતાં આ ત્રણેયે એલઆઇસી સોસાયટીના નવા બની રહેલા મકાનમાંથી જ આ બંડલો ચોર્યાનું ખુલતાં ધરપકડ કરાઇ હતી.

પોલીસે લક્ષ્મી વિજય સોલંકી (ઉ.૨૫-રહે. રામનાથપરા-૧), સોનલ રાયધન દેવીપૂજક (ઉ.૨૮-રહે. કુબલીયાપરા-૫) અને પૂજા રાજુ ટોપલીયા (ઉ.૨૮-રહે. કુબલીયાપરા-૫)ની ધરપકડ કરી વાયરોના બંડલ કબ્‍જે કર્યા હતાં. ઝડપાયેલી પૈકી લક્ષ્મી અને સોનલ અગાઉ પણ ચોરીના ગુનાઓમાં પકડાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં એ-ડિવીઝન ઇન્‍ચાર્જ જે. આર. દેસાઇ, પ્રો.પીઆઇ સી. વાય. મહાલે, પીએસઆઇ એસ. એમ. રાણા, બી.આર. સાવલીયા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, વિશ્વાબેન દહીયા, નીતાબેન ડાંગર, હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, ધારાભાઇ ગઢવી, કોન્‍સ. ભગીરથસિંહ ઝાલા, સંજયભાઇ ચોૈહાણ, યોગેશભાઇ મકવાણા, ધવલ જીલડીયા અને અનિરૂધ્‍ધસિંહ ચાવડાએ આ કામગીરી કરી હતી. (૧૪.૯)

(2:44 PM IST)