<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

પૂનમ નિમિતે સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી દાદાને સફેદ ગુલાબ અને સેવંતીના ર૦૦ કિલો ફુલનો દિવ્‍ય શણગાર

 

રાજકોટ તા. ૧પઃ શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે  સવારે ૫-૩૦ કલાકે મંગળા આરતી  પૂજારી સ્‍વામી દ્વારા તથા ૭-૦૦ કલાકે શણગાર  આરતી  પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)  દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્‍ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને સફેદ ગુલાબ અને સેવંતીના ૨૦૦ કિલો ફુલનો દિવ્‍ય શણગાર  કરવામાં આવેલ

આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્‍વામીએ જણાવ્‍યું કે સફેદ ગુલાબ અને સેવંતીના ૨૦૦ કિલો ફુલનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફુલ મંગાવ્‍યા છે.  સિલ્‍કના વાઘા ૧૫ દિવસની મહેનતે વળંદાવનમાં તૈયાર થયા છે. જેમાં ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે.

પૂનમ નિમિતે સાંજે ૦૫-૩૦ કલાકે શ્રી કષ્ટભંજનદેવનું દિવ્‍ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવેલ. ફૂલોનો શણગાર સાથોસાથ ફળ,પુષ્‍પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્‍યા હતા, પુષ્‍પવર્ષા કરવામાં આવેલ. હજારો ભક્‍તોએ પ્રત્‍યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો  લાભ લઈ ધન્‍યતાનો  અનુભવ કરેલ છે

(3:18 PM IST)