<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

કલ્‍પક મણીઆર નાગરિક બેંક સમક્ષ એકપણ આર્થિક કૌભાંડ એક પણ પૂરાવો રજૂ કરી શક્‍યા નથી : પૂરતા ઉમેદવારો પણ મુક્‍યા નથી

બહુમતી ડેલીગેટ સહકાર પેનલ સાથે જ છે : જુનાગઢના કેસમાં પોલીસ ફરીયાદ થઇ જ છે રિર્ઝવ બેંકને ફરીયાદ બાદ બે ઓડીટ થયા છે : બેંકના સભાસદો-લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બેંકના મેનેજમેન્‍ટને દબાવવાનો આ પ્રયાસ છે : સહકાર પેનલના આગેવાનોનું નિવેદન

રાજકોટ, તા. ૧પ : રાજકોટ નાગરિક સહકારી બેન્‍કની ચૂંટણીમાં સહકાર પેનલના આગેવાનોએ લેખીતમાં એક નિવેદનમાં ઉમેર્યુ છે કે રાજકોટ નાગરિક સહકારી બેન્‍કના બારામાં કલ્‍પકભાઈ મણિયાર દ્વારા જે જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્‍યા છે તે મોટાભાગે ૨૦૨૦-૨૧ના સમયગાળાના છે. તેઓ દ્વારા આ મુદ્દાઓ તે સમય દરમિયાન ઉઠાવવાના બદલે છેક ૨૦૨૩માં કેન્‍દ્ર સરકાર; રાજ્‍યસરકાર તેમજ, પોતે અથવા અલગ અલગ રીતે ૩૭ જેટલા સત્તાધિકાર મંડળ સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવેલ છે. આ હકીકત સ્‍પષ્ટપણે સાબિત કરે છે કે તેઓ આર્થિક કૌભાંડની વાતો કરે છે પરંતુ તેમના આ આક્ષેપના બારામાં એકપણ પુરાવાઓ રાજકોટ નાગરીક સહકારી બેન્‍ક સમક્ષ કે અન્‍ય ૩૭ જેટલા સત્તાધિકાર મંડળ સમક્ષ રજુ કરી શકયા નથી. રાજકોટ નાગરીક સહકારી બેંકની ચુંટણી આવવાની હતી એટલે મલિન હેતુથી રાજકોટ નાગરિક બેંકના મેનેજમેન્‍ટને દબાવવા અને પોતાના એજન્‍ડા પાર પાડવા અને પ્રેસર ટેક્રિક દ્વારા સોદાબાજી કરવા માટે હોય તેવું જણાય છે.

રાજકોટ નાગરીક સહકારી બેન્‍કના ૨૧ ડીરેક્‍ટરની આગામી ચૂંટણીમાં સંસ્‍કાર પેનલ કુલ સીટ પૂરતા ઉમેદવાર સ્‍પર્ધામાં ઉતારી શકયા નથી. એટલુ જ નહીં બેંકની બહારગામની ૫ બેઠકો ઉપર એકપણ ઉમેદવાર સ્‍પર્ધામાં ઉતારી શકયા નથી. તેમજ આ ચૂંટણીમાં નિયમ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની એક અનામત બેઠક માટેના ઉમેદવાર સ્‍પર્ધામાં ઉતારી શકયા નથી. આ બાબત સાબિત કરે છે કે બહુમતી ડેલીગેટ તેમની સાથે નથી.

સંસ્‍કાર પેનલ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્‍યા છે તેના સંદર્ભમાં જૂનાગઢના બારામાં પોલીસ ફરીયાદ નોંધાવી છે. જે બારામાં અગાઉ પોલીસ ફરીયાદ નોંધાવી હોય તો આ બારામાં બીજી વાર પોલીસ ફરીયાદ નોંધાવવાનો દુરાગ્રહ શા માટે આગ્રહ રાખવામાં આવે છે ?

સી.આઈ.ડી. ક્રાઇમમાં થયેલ ફરિયાદના બારામાં બેંકના પૂર્વ ચેરમેનશ્રી શૈલેષભાઇ ઠાકર દ્વારા કોઈ સેટલમેન્‍ટ કરવામા આવેલ નથી.

જે ડીરેક્‍ટર ફાઈલો તપાસવા માંગતા હોય તેઓને ફાઈલો જોવા માટે આપવામાં આવતી હતી જ પરંતુ બેંકમાં ફાઈલો પરત મોકલવામાં ખુબ જ વિલંબ કરવામાં આવતા જે ડીરેક્‍ટર ફાઈલો તપાસવા માંગતા હોય તેઓને બેન્‍ક પ્રિમાઇસીસમાં  તપાસવાની છુટ જ  આપવામાં આવેલ  છે.

બેંકો માટેની કંટ્રોલિંગ અને રેગ્‍યુલેટરી ઓથોરિટી રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાને ફરિયાદ થયા પછી બે ઓડીટ કરવામા આવ્‍યા છે અને ફ્રોડના બારામાં પ્રોસીઝરલ લેપ્‍સીસ દૂર કરવાની સૂચના આપવામાં આવેલ છે અને હાલ જે ખાતાની ફરીયાદ થયેલ છે. તેની સ્‍ટેચ્‍યુટરી ઓડિટ કરવી રીપોર્ટ મોકલી આપવામાંની સૂચના આપવામાં આવેલ છે. આ કાર્યવાહી પ્રોસેસમાં છે.એકને એક મુદ્દો વારંવાર ઉઠાવીને રાજકોટ નાગરીક સહકારી બેંકના સભાસદો અને જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાજકોટ નાગરિક સહકારી બેન્‍કએ મલ્‍ટી-સ્‍ટેટ શેડયુલ બેંકમાં કલ્‍પકભાઈ મણિયાર સભાસદ છે. ડેલીગેટ છે અને ૧૯૯૨થી રાજકોટ નાગરિક સહકારી બેંકના ડીરેક્‍ટર છે અને બેંકના પૂર્વ ચેરમેન છે. તેઓ રાજકોટમાં ૅરાજબેન્‍કૅ કે જે મલ્‍ટી સ્‍ટેટ શેડયુલ છે. આ બેંકના તેઓ સભાસદ છે. બેન્‍કિંગ નિયમો અનુસાર બેંકમાં ચૂંટણી લડવા ઇચ્‍છુક ઉમેદવાર એક કરતાં વધારે મલ્‍ટી સ્‍ટેટ  શેડયુલ બેંકમાં સભાસદ રહી શકે નહીં. સંસ્‍કાર પેનલ દ્વારા સહકાર પેનલના ઉમેદવાર અને રાજકોટ નાગરીક બેંકના ડેલીગેટ અન્‍ય બૅન્‍કમાં ડેલીગેટ છે તેવો અપ્રચાર કરે છે પરંતુ આ ડેલીગેટ કોઈ મલ્‍ટીસ્‍ટેટ શેડયુલ બેંકના સભાસદ જ નથી. તેઓ અન્‍ય પ્રકારની બેંકમાં સભાસદ છે. તેમજ બેન્‍કિંગના નવા નિયમો અનુસાર કોઇપણ ડીરેક્‍ટર વધુમાં વધુ   આઠ વર્ષ ડીરેક્‍ટર રહી શકે. તેઓ છેલ્લા ૩૨ વર્ષથી ડીરેક્‍ટર છે. રાજકોટ નાગરીક સહકારી બેન્‍કની પ્રવર્તમાન ચુંટણીમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેનશ્રી જીમીભાઈ દક્ષિણી સહિત ૧૩ ડીરેક્‍ટર સહકાર પેનલના ઉમેદવાર તરીકે ઉમેદવાર ચૂંટણી લડતા નથી તેમજ પ્રવર્તમાન ડીરેક્‍ટરના કોઈ નજીકના સગા કે બ્‍લડ રિલેશનવાળા કોઈ ઉમેદવાર નથી.

રાજકોટ નાગરીક સહકારી બેન્‍કના પૂર્વ કર્મચારી શ્રી વિબોધભાઈ દોશી કે જેઓ પોતાને સ્‍વયંસેવક તરીકે ઓળખાવે છે.  તેઓ સતત અધૂરી અપૂરતી અને આધાર પુરાવા વગરની હકીકતો પ્રચાર માધ્‍યમોમાં જણાવી સતત રાજકોટ નાગરીક સહકારી બેન્‍કના સાડા ત્રણ લાખ સભાસદોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે. કલ્‍પકભાઈ મણિયાર અને વિબોધભાઈ દોશી બંને સત્‍ય; સિદ્ધાંતોના વાઘા પહેરાવી સતત અપ્રચાર ફેલાવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં તેમના દ્વારા કોઈપણ સતાધીકાર મંડળ કે યોગ્‍ય ફોરમમાં કોઈ આધાર પૈસા લીધા કે દેવાના પુરાવા સાથે રજુઆત કરેલી નથી. આધાર પુરાવા વગર મોભમ ધડમાથા વગરની વાતો કદાચ રોચક લાગે પરંતુ સત્‍યના બજારમાં પુરાવાઓ અને ઠોસ બાબત જ ઉભી રહી શકે તેવું અમારું સ્‍પષ્ટ માનવું છે, તેમ સહકાર પેનલના આગેવાનોએ અંતમાં ઉમેર્યુ છે.

(3:27 PM IST)