<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

રવિવારે નાગરીક બેંકની ચૂંટણીઃ તમામ મતદાન મથકો ઉપર વેબ કાસ્‍ટીંગ-વિડીયો રેકોડીંગ થશેઃ મુંબઇ-સુરત ખાતે સ્‍ટાફ-મતપેટી રવાના

તમામ બૂથ ઉપર નાયબ મામલતદારોને જવાબદારીઃ કુલ ૩૩ર મતદારોઃ રાજકોટમાં ૧૯૬ મતદારો મતદાન કરશે : કલેકટર કચેરી ખાતે ખાસ કન્‍ટ્રોલ રૂમઃ મતપેટી રાખવા સ્‍ટ્રોંગ રૂમ ઉભો કરાયોઃ ૧૭મીએ સવારે ૮ થી બપોરે ૪ સુધી મતદાન

રાજકોટ નાગરીક સહકારી બેંકની ચૂંટણી સંદર્ભે સુરત-મુંબઇ ખાતે આજે મતપેટીઓ સાથે કલેકટર કચેરીથી ચૂંટણી સ્‍ટાફ રવાના થયો તે નજરે પડે છે, કલેકટરે જડબેસલાક વ્‍યવસ્‍થા કરી છે.

રાજકોટ તા. ૧પ :   નાગરિક સહકારી બેંકની ચૂંટણી  રવિવારે યોજાનારી ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબકકામાં  છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર  સજજ બન્‍યું છે. રાજકોટ સહિત સાત જગ્‍યા ઉપર મતદાન કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ,જસદણ,જેતપુર,સુરત, મોરબી, મુંબઈના મતદાન મથકોનો સમાવેશ થાય છે.ગઈકાલે સાંજે આ ચૂંટણીના સહકાર અને સંસ્‍કાર પેનલને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ચિホ ફાળવણી કરી દેવામાં આવ્‍યા બાદ આજે બપોરના મુંબઈ અને સુરત ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પોલીસ બંદોબસ્‍ત હેઠળ મત પેટીઓ ખાસ વાહનોમાં  રવાના કરવામાં આવી હતી ગનમેન સાથે નાયબ મામલતદાર એક-એક તેમજ બે- બે બેંકના કર્મચારીઓ ને ચૂંટણી ફરજ માટે મોકલવામાં આવ્‍યા છે.સાથે આ મત પેઢીઓ મુંબઈ અને સુરત ખાતે રવાના કરવામાં આવેલ છે.

ગઈકાલે હાઇકોર્ટના નિર્ણય બાદ ચૂંટણી અધિકારી પ્રભાવ જોશી દ્વારા બંને પક્ષોને ચૂંટણી ચિホ ફાળવવામાં આવ્‍યા હતા.  આજે સુરત અને મુંબઈ મત પેટીઓ મોકલી દેવામાં આવી છે. કાલે રાજકોટ, અમદાવાદ, જસદણ,જેતપુર, મોરબી બુથ પર મતદાન પેટીઓ મોકલવામાં આવશે આજે રજાનો દિવસ હોવા છતાં પણ કલેકટર ઓફિસ ધમધમતી જોવા મળી હતી.

આગામી  તા. ૧૭ ના રવિવારે રાજકોટ નાગરિક બેંકની ર૧ બેઠકો પર ડિરેક્‍ટરની ચૂંટણી યોજવા જઈ રહી છે જેમાં ૧૫ બેઠકો પર ૨૩ પુરુષો ઉમેદવાર, અને  ત્રણ મહિલા ઉમેદવારોની બેઠક એમ ૨૬ ઉમેદવારો માટે  રવિવારે મતદાન યોજવાનું છે. સવારે આઠ વાગ્‍યાથી સાંજે ચાર વાગ્‍યા સુધી આ મતદાન યોજાશે અને ૧૯મીએ પરિણામ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, મદદનીશ ચૂંટણી અધિકારી વિમલ કુમાર પટેલના માર્ગદર્શન  હેઠળ વિધાનસભાની ચૂંટણીની જેમ વેબ કાસ્‍ટિંગ, અને રેર્કોડિંગ  મતદાન મથકો પર કરવામાં આવશે. પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નાયબ મામલતદારોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમજ કલેકટર કચેરી ખાતે સ્‍ટ્રોંગ રૂમ ઉભો કરવામાં આવ્‍યો છે. જેમનું  ૨૪ કલાક લાઇવ કાસ્‍ટિંગ,સીસીટીવી કેમેરા, લોખંડી પોલીસ બંદોબસ્‍ત સાથે બનાવવામાં આવ્‍યો છે તેમજ કચેરી ખાતે સંકલન માટે એક કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્‍યો છે.

(3:50 PM IST)