<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

મંગળવારે બોલીવુડ ગાયક અમાલ મલિક-નિકિતા ગાંધીની સંગીત સંધ્‍યા

મનપાના સ્‍થાપના દિને આયોજનઃ રાત્રે ૮.૩૦ કલાકે ડી.એચ.કોલેજ મેદાનમાં કાર્યક્રમ : રંગોળી સ્‍પર્ધાના વિજેતાઓને ઇનામથી નવાજાશે : મેં રહુ યા ના રહુ તું મુજમે કહી બાકી રહેના... અમાલ મલિકના યાદગાર ગીત

રાજકોટ, તા., ૧૫: રાજકોટ મહાનગરપાલિકાની સ્‍થાપનાની ૫૧-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપેઆગામી તા.૧૯ મંગળવારના રોજ રાત્રે ૮.૩૦ કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્‍ડ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્‍તુત ભવ્‍ય બોલિવુડ મ્‍યુઝિકલ નાઈટકાર્યક્રમનું આયોજન કરેલ છે તેમ મેયર સહીતના પદાધિકારીઓએ જણાવ્‍યું હતું.

રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ માટે પણ એટલું જ વિખ્‍યાત છે. જુદા જુદા પ્રસંગોએ  યોજવામાં  આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. રંગીલું રાજકોટ દરેક ઉત્‍સવ અને અન્‍ય અવસરની ઉત્‍સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું  છે. મકરસંક્રાંતિ, ધુળેટી,  જન્‍માષ્ટમી, ગણપતિ ઉત્‍સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્‍કળતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્‍યેનો પ્રેમ અને ઉત્‍સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્‍ય શહેરો કરતા અલગ બનાવે છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  વિવિધ ક્ષેત્રમાં મહત્‍વ્‍પૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્‍માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્‍સવ રંગોળી સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સામાજિક અગ્રણી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્‍સ)ના હસ્‍તે કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ  દોશી, ધારાસભ્‍ય્‌ ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ  ભાજપ  મંત્રી બિનાબેન આચાર્ય,ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા,  શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ શહેરની સંગીત પ્રિય જનતાઉપસ્‍થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્‍તુત ભવ્‍ય બોલિવૂડ મ્‍યુઝિકલ નાઈટમાણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

 

અમાલ મલિકના યાદગાર ગીતોની એક ઝલક

જબ તક તુજે પ્‍યાર સે.........

મેં હૂં હીરા ેતેરા..........

સોચ ના શકે..........

બોલ દો ના જરા દિલ મેં જો હે છૂપા..............

કોન તુજ્‍હે યૂં પ્‍યાર કરેગા.............

મેં રહું યા ના રહું તુ મુજમે કહી બાકી રહેના..........

 

 

નિકિતા ગાંધીના ગીતો

તેરે પ્‍યાર મેં......

રાબતા........

ક્‍વાફિરાના.........

જુગનું..............

(3:36 PM IST)