તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
ગિરીશભાઇ ગણાત્રા પરિવાર દ્વારા કાલથી ભાગવત કથાઃ વ્યાસાસને મીરાબેન ભટ્ટ
નામ હૈ તેરા તારણહારા, ભાગવતમેં દર્શન હોગા, જીનકી પ્રતિમા ઇતની સુંદર, વો કિતના સુંદર હોગા...

રાજકોટ, તા. ૧પ : શહેરના જાણીતા વસંત સાઉન્ડ સર્વીસ, ૬ ગાયકવાડીવાળા શ્રી ગિરીશભાઇ કાંતિલાલ ગણાત્રા અને વિશાલ (રાજા) ગિરીશભાઇ ગણાત્રા પરિવાર દ્વારા કુળદેવી ભવાનીમાં અને શ્રી જલારામબાપાની કૃપાથી માતા-પિતા અને સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આવતીકાલ તા. ૧૬ નવેમ્બર ર૦ર૪ શનિવારથી તા. રર શુક્રવાર સુધી મોહનભાઇ હોલ, કસ્તુરબા રોડ, ચૌધરી હાઇસ્કુલ પાસે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેના વ્યાસાસને સુપ્રસિધ્ધ કથાકાર મીરાબેન ભટ્ટ (એમ.એ. સંસ્કૃત ગોલ્ડ મેડાલીસ્ટ) બિરાજી સંગીતભય શૈલીમાં કથા શ્રવણ કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી ૭ રહેશે.
કથા પ્રારંભે પોથી યાત્રા કાલે સવારે ૯.૩૦ વાગ્યે રાખેલ છે. શ્રી રામજન્મ તા. ૧૯ સાંજે ૪ વાગ્યે અને નંદોત્સવ તે જ દિવસે સાંજે પ વાગ્યે ઉજવાશે. ગોવર્ધન પૂજા અને અન્નકુટ દર્શન તા. ર૦ સાંજે પ વાગ્યે રાખેલ છે. રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે તા. ર૧ ગુરૂવારે સાંજે પ વાગ્યે યોજાશે. કથા વિરામ તા. રર શુક્રવારે બપોરે ૧ર વાગ્યે થશે. સૌ ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા માટે ગણાત્રા પરિવારે નિમંત્રણ પાઠવેલ છે. (ગિરીશભાઇનો મો. ૯૮ર૪ ર ર૬૦૭૮ રાજકોટ)
(3:38 PM IST)










