તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
વાહે ગુરૂ વાહે ગુરૂ સતનામનજી : ગુરૂનાનક દેવની જન્મ જયંતિની પાવનકારી ઉજવણી

રાજકોટ : શીખ ધર્મના આરાધ્ય એવા શ્રી ગરૂનાનક દેવજીની આજે જન્મ જયંતિ નિમિતે રાજકોટમાં વિવિધ સ્થળે પૂજન અર્ચનના કાર્યક્રમો યોજાયા છે. સદર બજાર, ફુલછાબ ચોક ખાતે આવેલ ગુરૂનાનક મંદિરે ગુરૂનાનક દેવની પપ૬ મી જન્મ જયંતિ ઉત્સવ નિમિતે ગુરૂગ્રંથ સાહેબનો અખંડ પાઠ ચાલી રહ્યા હતા. જેની આજે પૂર્ણાહુતી કરાઇ હતી. અમૃતવેલા અને કીર્તન, ભક્તિ, સત્સંગ, શબદ કિર્તન, ગુરૂનાનકવાણી, ભજન, આરતી, પૂજન, અરદાસ વગેરે કાર્યક્રમોની હારમાળા વચ્ચે આજે શુક્રવારે સવારે પ્રભાતફેરી અને બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ રાખેલ. રાત્રે ૧.૨૦ મીનીટે હીંડોળા દર્શન, આતશબાજી સાથે પૂર્ણાહુતિ, ભોગ સાહેબ થશે. ઉપરાંત રામનાથપરા, સિંધી કોલોની, ગાયકવાડી પ્લોટ, ગુરૂદ્વારા પોપટપરા, પરસાણાનગર, મોચી નગર, ગુરૂદ્વારા શ્રેયસ સોસાયટી ખાતે પણ ગુરૂનાનક જન્મોત્સવની ભાવસભર ઉજવણી કરાઇ હતી. મંદિરોને અનેરી શોભા કરાઇ છે. જેની પ્રતિતિ કરાવતી તસ્વીરો જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (
(3:41 PM IST)










