<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

હવે બહુમાળી ભવન ચોક ‘ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ' તરીકે ઓળખાશેઃ નામકરણ

રેસકોર્ષ રીંગ રોડ પર કાર્યક્રમ યોજાયોઃ ધારાસભ્‍ય, મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા તકતીનું અનાવરણ : મનપાની આદિવાસી સમાજને ભેટ

રાજકોટ તા. ૧પઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૧પ વોર્ડ નં. ર માં રેસકોર્ષ રીંગ રોડ, બહુમાળીભવન ચોક ખાતે આવેલ સર્કલનું ‘ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ' નામકરણ તકતી અનાવરસ વિધાનસભા-૬૯ ના ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમના અધ્‍ય્‍ક્ષ સ્‍થને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહયા હતા.

જળ-જંગલ-જમીનનો આપ્‍યો નારો, હંમેશા રહે નિજ ધામ માતુભૂમિ પર સ્‍વરાજ હોય, તેઓ સંદેશ જેમણે આપેલ છે તેમજ  મુંડાના લોકોને અંગ્રેજોથી મુકિત મળે તે માટે નેતૃત્‍વ પ્રદાન કર્યુ છે એવા ક્રાંતિકારી બિરલા મુંડાના નામનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ર માં રેસકોર્ષ રીંગ રોડ, બહુમાળીભવન ચોક ખાતે આવેલ સર્કલનું  ‘ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ' નામકરણ કરવા નિર્ણય કરવામાં આવેલ.

જેના અનુસંધાને આજ તા. ૧પ ના બિરલા મુંડાજીની ૧પ૦ મી જન્‍મ જયંતિની ઉજવણી અંતર્ગત વોર્ડ નં. ર માં રેસકોર્ષ રીંગ રોડ, બહુમાળી ભવન ચોક ખાતે આવેલ સર્કલનું ‘ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ' નામકરણ તકતી અનાવરણ કાર્યક્રમ વિધાનસભા-૬૯ ના ધારાસભ્‍ય ડો. દર્શિતા  શાહના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને માન.મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ.

આ નામકરણ તકતી અનાવરણ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય શ્રી ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડિયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઇ પાંભર, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલ્‍તિ યોજનાઓ અને અગિ્ન શામકદળ સમિતિના ચેરમેન દિલીપભાઇ લુણાગરિયા, ભીલપંચ ટ્રષ્‍ટીઓ દર્શનભાઇ ભીલ, રમેશભાઇ કોલી, ઉત્તમભાઇ રાઠોડ, સેન્‍ટ્રલ ઝોનના સીટી એન્‍જી. અતુલ રાવલ, વોર્ડ એન્‍જી. મહેશ જોષી, મેનેજર અને પી.એસ.ટુ. મેયર વિપુલ ધોણીયા તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ બહોળી સંખ્‍યામાં ઉપસિથત રહ્યા હતા.

(4:12 PM IST)