તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
બાપા સીતાસીતા ગોૈસેવા મંડળ દ્વારા ઘાસચારો અર્પણ
પૂ.શ્રી રંજનબાઇ મહાસતીજી કાળધર્મ પામતા તથા અરવિંદભાઇ દોશીને શ્રદ્વાંજલિ અર્પણ કરતા જીવદયા કાર્ય

રાજકોટ તા. ૧૫: બા. બ્ર. પુ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી સેવાધામ નાલંદા ઉપાશ્રયના બા.બ્રા.પૂ. શ્રી રંજનબાઇ મહાસતીજી કાળધર્મ પામતા તેમને વંદન કરી સાથોસાથ જૈન સોશિયલ ગ્રૂપ રાજકોટ વેસ્ટના અરવિંદભાઇ દોશીને શ્રદ્વાંજલિ અર્પણ કરતા રાધેશ્યામ ગોૈશાળામાં ૧૬૦ મણ ઘાસચારો બાપા સીતારામ ગોૈ સેવા મંડળ દ્વારા ગોૈ માતાઓને અર્પણ કરવામાં આવેલ છે.
સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે સમીરભાઇ કામદાર, હિરેનભાઇ કામદાર હરેશભાઇ વીંછી, અશોકભાઇ ગજેરા, જયસુખભાઇ હરસોરા, કલ્પેશભાઇ મોડાસરા, દિનેશભાઇ મોદી, હર્ષદભાઇ મહેતા, નીરવભાઇ સંઘવી વગેરેએ જહેમત ઉઠાવેલ
(4:12 PM IST)










