તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
મવડી બાયપાસ પર પ્રગટેશ્વર સોસાયટીના રહેવાસીઓનો ચક્કાજામઃ ગેરકાયદે બાંધકામનો વિરોધ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૧માં આવેલ મવડી ગામ બાયપાસ પર રામધણ ગૌશાળા નજીક સંસ્કાર હાઇટસની સામે આવેલી પ્રગટેશ્વર સોસાયટીના બહારના ભાગે રહેણાંક વિસ્તારમાં બિલ્ડર દ્વારા બિનઅધિકૃત રીતે પ્લન તૈયાર કરાવી કોમર્શિયલ બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરાતા લતાવાસીઓ રોષે ભરાયા છે અનેક વખત રજૂઆત બાદ પણ બાંધકામ નહીં અટકાવતા લતાવાસીઓ દ્વારા આજે સવારે ૧૦ વાગ્યે મવડી બાયપાસ રોડને ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ કે, ૧૦૦ ફુટનો રોડ જાહેર કરાયા બાદ તેને ૮૦ ફુટનો બનાવવામાં આવ્યો હતો. જયાં ફકત ૩ માળની જ મંજૂરી મળી શકે તેમ હોય તેની જગ્યાએ ૧૦ માળની મંજુરી આપવામાં આવી છે. લતાવાસીઓએ લે આઉટ પ્લાન આપવામાં આવતો ન હોય તેને લઇને હાઇકોર્ટમાં જવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. ચક્કાજામના પગલે ટ્રાફીક ખોરવાયો હતો. ઉપરોકત તસવીરોમાં રોડ ઉપર બેઠેલા સ્થાનીકો જોઇ શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:17 PM IST)










