<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

વિબોધ દોશી અધુરી અપુરતી અને આધાર પુરાવા વગરની હકીકતો રજુ કરી નાગરિક બેંકના સભાસદોને ગુમરાહ કરે છે

કલ્‍પક મણિયાર અને વિબોધ દોશી બન્ને સત્‍ય સિધ્‍ધાંતોના વાઘા પહેરાવી સતત અપ્રચાર ફેલાવી રહયા છે, આધાર-પુરાવા વગર જીકાજીકઃ સહકાર પેનલ

રાજકોટઃ સહકાર પેનલ વતી  દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધીની યાદી જણાવે છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી ૨૦૨૪ સંદર્ભે સંસ્‍કાર પેનલના ઉમેદવાર કલ્‍પકભાઈ મણીઆર અને મિહિરભાઈ મણીઆરની રીટ હાઈકોર્ટે ફગાવી દીધી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જીલ્લા કલેકટર તથા રીટનીંગ ઓફીસર પ્રભવ જોશી દ્વારા સંસ્‍કાર પેનલના ઉમેદવારો કલ્‍પકભાઈ મણીઆર, મિહિરભાઈ મણીઆર, હિમાંશુભાઈ ચિનોય અને નીમેશભાઈ કેસરિયાના ઉમેદવારી ફોર્મસ રદ કરેલા. જેની સામે કલ્‍પકભાઈ મણીઆર અને મિહિરભાઈ મણીઆર પોતાની ઉમેદવારી ખોટી રીતે રદ થઇ છે અને કાયદાની વિરુદ્ધ છે માટે કલેક્‍ટરનો હુકમ રદ કરી અને ચુંટણીમાં ઉમેદવારી કરવાની મંજુરી આપવા મતલબની દાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં માંગેલ. જે અરજી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી જતા બંને પક્ષે ધારદાર દલીલોના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્‍ટીસ દેવેનભાઈ દેસાઈ દ્વારા બંને રીટ અરજીઓ ખારીજ કરી દેવામાં આવેલ. આ કામે સહકાર પેનલ તરફથી અરજદાર વિક્રમસિંહ પરમાર, ભૌમિકભાઈ શાહ તથા દેવાંગભાઈ માંકડ હતા તથા સહકાર પેનલ તરફથી ગુજરાત હાઈકોર્ટના સીનીયર ધારાશાષાી શિવાંગભાઈ જાની તથા સીનીયર કાઉન્‍સેલર શ્રી ધવલભાઈ વ્‍યાસે જોરદાર તાર્કિક દલીલો કરેલ. આ ઉપરાંત કલેકટરશ્રી તરફથી સરકાર પક્ષે ગવેર્મેન્‍ટ પ્‍લીડર શ્રી ગુરુશરણસિંહ વિર્ક હાજર રહેલ.

રાજકોટ નાગરિક સહકારી બેંકના ૨૧ ડીરેક્‍ટરની ચૂંટણીના ઉમેદવાર કલ્‍પકભાઈ મણિઆર અને તેમની પેનલના અન્‍ય ત્રણ ઉમેદવારના ફોર્મ રાજકોટ કલેક્‍ટરશ્રી દ્વારા ચકાસણી દ્વારા અમાન્‍ય કરવામાં આવતા આ નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટેમાં રીટ પીટીશન કરવામાં આવેલ હતી અને તેના અનુસંધાને આજરોજ ગુજરાત હાઇકોર્ટે કલ્‍પકભાઈ મણીયારની પીટીશન કાઢી નાખેલ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકોટ કલેક્‍ટરશ્રી દ્વારા તેમની ઉમેદવારી અમાન્‍ય કરવામાં આવેલ છે અને આ બારામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોઈ કાયદાકીય રીલીફ પ્રાપ્ત ન થતા સહકાર પેનલ દ્વારા જે જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્‍યા હતા તે યોગ્‍ય અને ન્‍યાયિક  સાબિત થયા છે.

રાજકોટ નાગરિક સહકારી બેન્‍કના બારામાં કલ્‍પકભાઈ મણિયાર દ્વારા જે જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્‍યા છે તે મોટાભાગે ૨૦૨૦-૨૧ના સમયગાળાના છે. તેઓ દ્વારા આ મુદ્દાઓ તે સમય દરમિયાન ઉઠાવવાના બદલે છેક ૨૦૨૩માં કેન્‍દ્ર સરકાર; રાજ્‍યસરકાર તેમજ, પોતે અથવા અલગ અલગ રીતે ૩૭ જેટલા સત્તાધિકાર મંડળ સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવેલ છે. આ હકીકત સ્‍પષ્ટપણે સાબિત કરે છે કે તેઓ આર્થિક કૌભાંડની વાતો કરે છે પરંતુ તેમના આ આક્ષેપના બારામાં એકપણ પુરાવાઓ રાજકોટ નાગરીક સહકારી બેન્‍ક સમક્ષ કે અન્‍ય ૩૭ જેટલા સત્તાધિકાર મંડળ સમક્ષ રજુ કરી શકયા નથી. રાજકોટ નાગરીક સહકારી બેંકની ચુંટણી આવવાની હતી તેટલે મલિન હેતુથી રાજકોટ નાગરિક બેંકના મેનેજમેન્‍ટને દબાવવા અને પોતાના એજન્‍ડા પાર પાડવા અને પ્રેસર ટેકનિક દ્વારા સોદાબાજી કરવા માટે હોય તેવું જણાય છે. સમગ્ર દેશમાં કંટ્રોલિંગ ઓથોરિટી એટલે રિઝર્વ બેન્‍કએ દેશની રાષ્‍ટ્રીયકળત; સહકારી અને ખાનગી બેંકો ઉપર છે. રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા દ્વારા જે જે આદેશો હોય બેન્‍કિંગના બારામાં તે સૌને બંધનકર્તા છે. રાજકોટ નાગરીક સહકારી બેંકમાં જે ડેલીગેટ સિસ્‍ટમ દાખલ કરવામાં આવેલ છે તે ગુજરાત રાજ્‍યમાં અનેક સહકારી બેન્‍કોમાં કાર્યરત છે. આ ડેલીગેટ સિસ્‍ટમ રાજકોટ નાગરીક સહકારી બેંકમાં તેમના કાર્યકાળમાં જ અમલમાં આવેલ છે.

 રાજકોટ નાગરીક સહકારી બેન્‍કના ૨૧ ડીરેક્‍ટરની આગામી ચૂંટણીમાં સંસ્‍કાર પેનલ કુલ સીટ પૂરતા ઉમેદવાર સ્‍પર્ધામાં ઉતારી શકયા નથી. એટલુ જ નહીં બેંકની બહારગામની ૫ બેઠકો ઉપર એકપણ ઉમેદવાર સ્‍પર્ધામાં ઉતારી શકયા નથી. તેમજ આ ચૂંટણીમાં નિયમ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની એક અનામત બેઠક માટેના ઉમેદવાર સ્‍પર્ધામાં ઉતારી શકયા નથી. આ બાબત સાબિત કરે છે કે બહુમતી ડેલીગેટ તેમની સાથે નથી.

સંસ્‍કાર પેનલ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્‍યા છે તેના સંદર્ભમાં જૂનાગઢના બારામાં પોલીસ ફરીયાદ નોંધાવી છે. જે બારામાં અગાઉ પોલીસ ફરીયાદ નોંધાવી હોય તો આ બારામાં બીજી વાર પોલીસ ફરીયાદ નોંધાવવાનો દુરાગ્રહ શા માટે આગ્રહ રાખવામાં આવે છે? સી.આઈ.ડી. ક્રાઇમમાં થયેલ ફરિયાદના બારામાં બેંકના પૂર્વ ચેરમેનશ્રી શૈલેષભાઇ ઠાકર દ્વારા કોઈ સેટલમેન્‍ટ કરવામા આવેલ નથી.  જે ડીરેક્‍ટર ફાઈલો તપાસવા માંગતા હોય તેઓને ફાઈલો જોવા માટે આપવામાં આવતી હતી જ પરંતુ બેંકમાં ફાઈલો પરત મોકલવામાં ખુબ જ વિલંબ કરવામાં આવતા જે ડીરેક્‍ટર ફાઈલો તપાસવા માંગતા હોય તેઓને બેન્‍ક પ્રિમાઇસીસમાં  તપાસવાની છુટ જ  આપવામાં આવેલ  છે.

સંસ્‍કાર પેનલના સૂત્રધારો મારફત ગુજરાત હાઇકોર્ટમાં ડેલીગેટ પ્રથા તેમજ તેની ચૂંટણી પ્રક્રિયાના બારામાં ચેલેન્‍જ કરવામાં આવેલ અને તેઓના આ મુદ્દાઓ પરત્‍વે ગુજરાત હાઇકોર્ટ તેઓની માંગણી ધ્‍યાનમાં લીધેલ નથી. પરંતુ આ ડેલીગેટ પ્રથા કલ્‍પકભાઈ મણિયાર દ્વારા જ શરૂ કરવામાં આવેલ હતી. હવે તેઓ ડેલીગેટ પ્રથાનો વિરોધ કરી રહ્યા છે.

બેંકો માટેની કંટ્રોલિંગ અને રેગ્‍યુલેટરી ઓથોરિટી રિઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાને ફરિયાદ થયા પછી બે ઓડીટ કરવામા આવ્‍યા છે અને ફ્રોડના બારામાં પ્રોસીઝરલ લેપ્‍સીસ દૂર કરવાની સૂચના આપવામાં આવેલ છે અને હાલ જે ખાતાની ફરીયાદ થયેલ છે. તેની સ્‍ટેચ્‍યુટરી ઓડિટ કરવી રીપોર્ટ મોકલી આપવામાંની સૂચના આપવામાં આવેલ છે. આ કાર્યવાહી પ્રોસેસમાં છે.

એકને એક મુદ્દો વારંવાર ઉઠાવીને રાજકોટ નાગરીક સહકારી બેંકના સભાસદો અને જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાજકોટ નાગરિક સહકારી બેન્‍કએ મલ્‍ટી-સ્‍ટેટ શેડયુલ બેંકમાં કલ્‍પકભાઈ મણિયાર સભાસદ છે. ડેલીગેટ છે અને ૧૯૯૨થી રાજકોટ નાગરિક સહકારી બેંકના ડીરેક્‍ટર છે અને બેંકના પૂર્વ ચેરમેન છે. તેઓ રાજકોટમાં ‘‘રાજબેન્‍ક'' કે જે મલ્‍ટી સ્‍ટેટ શેડયુલ છે. આ બેંકના તેઓ સભાસદ છે. બેન્‍કિંગ નિયમો અનુસાર બેંકમાં ચૂંટણી લડવા ઇચ્‍છુક ઉમેદવાર એક કરતાં વધારે મલ્‍ટી સ્‍ટેટ  શેડયુલ બેંકમાં સભાસદ રહી શકે નહીં. સંસ્‍કાર પેનલ દ્વારા સહકાર પેનલના ઉમેદવાર અને રાજકોટ નાગરીક બેંકના ડેલીગેટ અન્‍ય બેન્‍કમાં ડેલીગેટ છે તેવો અપ્રચાર કરે છે પરંતુ આ ડેલીગેટ કોઈ મલ્‍ટીસ્‍ટેટ શેડયુલ બેંકના સભાસદ જ નથી. તેઓ અન્‍ય પ્રકારની બેંકમાં સભાસદ છે. તેમજ બેન્‍કિંગના નવા નિયમો અનુસાર કોઇપણ ડીરેક્‍ટર વધુમાં વધુ   આઠ વર્ષ ડીરેક્‍ટર રહી શકે. તેઓ છેલ્લા ૩૨ વર્ષથી ડીરેક્‍ટર છે. રાજકોટ નાગરીક સહકારી બેન્‍કની પ્રવર્તમાન ચુંટણીમાં રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેનશ્રી જીમીભાઈ દક્ષિણી સહિત ૧૩ ડીરેક્‍ટર સહકાર પેનલના ઉમેદવાર તરીકે ઉમેદવાર ચૂંટણી લડતા નથી તેમજ પ્રવર્તમાન ડીરેક્‍ટરના કોઈ નજીકના સગા કે બ્‍લડ રિલેશનવાળા કોઈ ઉમેદવાર નથી.

રાજકોટ નાગરીક સહકારી બેન્‍કના પૂર્વ કર્મચારી શ્રી વિબોધ દોશી કે જેઓ પોતાને સ્‍વયંસેવક તરીકે ઓળખાવે છે. તેઓના પોતાના કેસમાં વહીસલ બ્‍લોર તરીકે ગણાવે છે. તેઓ સતત અધૂરી અપૂરતી અને આધાર પુરાવા વગરની હકીકતો ઙ્કચાર માધ્‍યમોમાં જણાવી સતત રાજકોટ નાગરીક સહકારી બેન્‍કના સાડા ત્રણ લાખ સભાસદોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે. કલ્‍પકભાઈ મણિયાર અને વિબોધભાઈ દોશી બંને સત્‍ય; સિદ્ધાંતોના વાઘા પહેરાવી સતત અપ્રચાર ફેલાવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં તેમના દ્વારા કોઈપણ સતાધીકાર મંડળ કે યોગ્‍ય ફોરમમાં કોઈ આધાર પૈસા લીધા કે દેવાના પુરાવા સાથે રજુઆત કરેલી નથી. આધાર પુરાવા વગર મોભમ ધડમાથા વગરની વાતો કદાચ રોચક લાગે પરંતુ સત્‍યના બજારમાં પુરાવાઓ અને ઠોસ બાબત જ ઉભી રહી શકે તેવું અમારું સ્‍પષ્ટ માનવું છે.

(4:22 PM IST)