<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

વીજ કોન્‍ટ્રાકટરોની હડતાલ પાંચમા દિવસમાં પ્રવેશીઃ સોમવારે ઉર્જા મંત્રી સાથે બેઠકઃ પ૦૦ કોન્‍ટ્રાકટરોને નોટીસ ફટકારતા ઉગ્ર રોષ

ખેડૂતોના કામો ગામે ગામ અટકી પડયાઃ સોમવારે દેખાવો કરવાની જાહેરાત

રાજકોટ તા. ૧પઃ પીજીવીસીએલ કોન્‍ટ્રાકટર હડતાળ પર ઉતરતા પીજીવીસીએલના પ૦૦થી વધુ કોન્‍ટ્રાકટરોને નોટિસ ફટકારાઇ છે. હડતાળ પૂર્ણ નહિં કરે તો વર્ક ઓર્ડરની શરતો ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવશે. પヘમિ ગુજરાત વીજ કંપની પીજીવીસીએલના ખાનગી કોન્‍ટ્રાકટરોએ ભાવ વધારાના મુદ્દે હડતાલ પાડતા કામો અટકી પડયા છે, મળતી માહિતી મુજબ, પીજીવીસીએલના કોન્‍ટ્‍ર્રાકટરો દ્વારા ૪૦ ટકા ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. પીજીવીસીએલ ના કોન્‍ટ્રાકટરોએ સમગ્ર મામલે કૃષિ મંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી, જોકે માંગણી નહીં સંતોષતા કોન્‍ટ્રાકટરોએ હડતાળ યથાવત રાખી છે, પીજીવીસીએલ કોન્‍ટ્રાકટર હડતાળ પર ઉતરના નોટિસ ફટકારાઇ છે. આગામી સોમવારે ઉર્જા મંત્રી સાથે બેઠક યોજવામાં આવશે.

ગત સોમવારથી પીજીવીસીએલના સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કોન્‍ટ્રાકટર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટરને આવેદનપત્ર આપી હડતાલ ઉપર ઉતરી ગયા હતાં. કોન્‍ટ્રાકટરોના કહેવા મુજબ એમજીવીસીએલની જેમ કોન્‍ટ્રાકટરોને પણ ૪૦ ટકા વધારો કરવામાં આવે પરંતુ પીજીવીસીએલ દ્વારા માત્ર ૧૧ ટકા વધારો આપવામાં આવ્‍યો છે, જે ખૂબ જ અપૂરતો છે.

આ ઉપરાંત કોન્‍ટ્રાકટરો હડતાલ ઉપર ઉતરી જતા પીજીવીસીએલ દ્વારા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ૦૦થી વધારે કોન્‍ટ્રાકટરો દ્વારા તાત્‍કાલીક કામ શરૂ કરવામાં આવે તે બાબતની શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ કોન્‍ટ્રાકટર એસોસિએશનના ઉચ્‍ચ હોદેદારોને ધમકાવવામાં આવે છે કે, જો કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો બ્‍લેકલિસ્‍ટ સુધીના પગલા લેવામાં આવશે.

જામનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, કચ્‍છ, દ્વારકા, મોરબી, બોટાદ સહિતના તમામ જિલ્લાઓમાં ખેતીવાડીના વિજ ટ્રાન્‍સફોર્મરો જે બગડી ગયા છે તેનું રીપેરીંગ કામ કોન્‍ટ્રાકટરો દ્વારા કરવામાં આવતું નથી. જેના કારણે ખેડૂતોને પણ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્‍ટ્રાકટરો દ્વારા સોમવારે પણ દેખાવો તથા અન્‍ય કાર્યક્રમો અપાશે.

(4:26 PM IST)