તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
પડોશી પરિવારો વચ્ચે મનદુઃખના બનાવમાં સુખદ નિરાકરણ
રાજકોટના રૈયા ટેલીફોન એકક્ષચેન્જ પાસે ગોલ્ડન પાર્કમાં ઉમંગીબેન કારીયા અને મેડીકલમાં અભ્યાસ કરતી તેમની પુત્રી ખુશી કારીયાને પડોશી સાથે મનદુઃખ સર્જાયેલ સોસાયટીઓમાં પરિવારો વચ્ચે વૈમનસ્ય ઊભુ ન થાય તેવા સામાજીક હિતના શુભ આશય સાથે હળીમળીને રહેવાનું બંને પક્ષોએ વચન આપ્યુ

મહત્વપૂર્વ - સુખદ સમાધાન બાદ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે બંને પક્ષના સભ્યો ડો. વિરલભાઇ કારીયા, જેતપુરના રઘુવંશી અગ્રણી શ્રી રસેષભાઇ દેવાણી, રાજકોટના પાટીદાર અગ્રણી અને જાણીતા સિવિલ એન્જીનીયર શ્રી જેકીભાઇ પટેલ, કેવિન ઇલેકટ્રોનિકસના શ્રી કેવિનભાઇ પાનસેરીયા, અગ્રણીઓ શ્રી રાજેશભાઇ શીયાણી, કમલેશભાઇ બોપલીયા, હાર્દિકભાઇ નાર તથા સમાધાનની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા અદા કરનાર જાણીતા એડવોકેટ શ્રી સંજયભાઇ જોષી એકદમ હળવા મૂડમાં તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા.૧૫: બે દિવસ પહેલા રાજકોટના રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રવિરત્ન પાર્ક નજીક આવેલ ગોલ્ડન પાર્કમાં શહેરના જાણીતા ડેન્ટીસ્ટ ડો. વિરલભાઇ કારીયાના પત્નિ ઉમંગીબેન કારીયા અને તેમની તબીબી અભ્યાસ કરતી દિકરી ખુશી કારીયા સાથે પડોશીઓને કોઇક કારણસર મનદુઃખ સર્જાયા હતા. આ કિસ્સામાં આજરોજ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની હાજરીમાં સુખદ નિરાકરણ થઇ ગયું છે.
આજરોજ નિરાકરણ બાદ બંને પક્ષે એકદમ હળવા મુડમાં હસ્તા-હસ્તા અને એકબીજા પ્રત્યે અહોભાવ સાથે છુટા પડયા હતા. સાથે-સાથે ભવિષ્યમાં પણ પરિવારો વચ્ચે વૈમનસ્ય ઉભું ન થાય તેવા સામાજીક હિતના શુભ આશય સાથે એકબીજાને હળીમળીને રહેવાનું બંને પક્ષોએ વચન આપ્યું હતું. સમાજમાં અને સ્થાનિક સોસાયટી વિસ્તારમાં સંપ-સુલેહ-શાંતિ જળવાઇ રહે તે માટે અમુલ્ય માર્ગદર્શન સાથે મનદુઃખ દૂર કરાવવા બદલ બંને પક્ષોએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો આભાર માનીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
બંને પક્ષો તરફથી જાણીતા ડેન્ટીસ્ટ ડો.વિરલભાઇ કારીયા, જેતપુરના રઘુવંશી અગ્રણી શ્રી રસેષભાઇ દેવાણી, રાજકોટના પાટીદાર અગ્રણી અને જાણીતા સિવિલ એન્જીનીયર શ્રી જેકીભાઇ પટેલ, કેવિન ઇલેકટ્રોનિકના શ્રી કેવિનભાઇ પાનસેરીયા, રાજેશભાઇ શીયાણી, શ્રી કમલેશભાઇ બોપલીયા, હાર્દિકભાઇ નાર વિગેરે ઉપસ્થિત રહયા હતા. રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી સંજયભાઇ જોષી તથા રઘુવંશી યુવા અગ્રણી- એડવોકેટ શ્રી જયભારત ધામેચાએ મનદુઃખ દૂર કરાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
(4:32 PM IST)










