તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
કલેકટર કચેરીમાં ચોરી કરનાર ગાર્ડ સામે સાંજ સુધીમાં કડક પગલાઃ સિકયોરીટી ફોર્સે ગંભીર નોંધ લીધી..
પગાર અનિયમીત થતા અને રૂપિયા ન હોય પેટ્રોલ ચોરીના રવાડે ચડયો હતો..

રાજકોટ તા.૧૫: કલેકટર કચેરીમાં સિકયુરિટી ગાર્ડ પેટ્રોલ ચોરી કરતો ઝડપાયો હતો.સરકારી કચેરીના ર્પાકિંગમાં પાર્ક કરવામાં આવતા વાહનમાંથી પેટ્રોલની ચોરી કરતા ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ સિકયોરીટી ફોર્સનો જવાન રંગે હાથ ઝડપાયો છે. આ મામલો કલેક્ટર સુધી પહોંચ્યો હતો.બાદમાં કલેકટર દ્વારા પણ કર્મચારીઓને ખખડાવ્યા પણ હતા. ચેતવણી કડક સુચના પણ આપવામાં આવી હતી. પરંતુ પેટ્રોલ ચોરીનો વિડીયો વાયરલ થતા સાથે જ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ સિકયોરીટી ફોર્સ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને સાંજ સુધીમાં જ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવૂ સૂત્રોમાંથી બહાર આવ્યું છે.સિકયુરિટી સામે આકરા પગલાની સાથે જ કલેકટર ઓફિસમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે, મળતી વિગતો મુજબ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ સિકયોરીટી દ્વારા અનિયમિત પગાર કરવામાં આવતા હોવાના કારણે અને સિકયુરિટીમેન જસદણ અપડાઉન કરતો હતો. પરંતુ પગારની અનિયમીતતાને કારણે પેટ્રોલના રૂપિયા ન હોવાથી ચોરીના રવાડે ચડયો હોવાની ચર્ચા છે.(૨.૨૯)
(4:56 PM IST)










