News of Saturday, 16th November 2024
રાજકોટમાં અયોધ્યા નગરીનું નિર્માણ
ર૩મીથી રાજકોટ રામ રંગે રંગાશેઃ પૂ.મોરારીબાપુના વ્યાસાસને ભવ્ય કથા : રેસકોર્સ મેદાનમાં લાખો ભાવિકો ઉમટશેઃ ટનાટન વ્યવસ્થાઃ દરરોજ પ૦ હજાર લોકો મહાપ્રસાદ લે તેવું આયોજનઃ ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થતા સદ્ભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે અલૌકિક આયોજનઃ પત્રકાર પરિષદમાં વિગતો આપતા વિજયભાઇ ડોબરીયા તથા અગ્રણીઓ

કથામાં પધારનાર સંતો તથા મહાનુભાવો
રાજકોટ, તા. ૧૬ : પ્રખર રામાયણી પ.પૂ. મોરારીબાપુએ રાજકોટમાં ૧૨ વર્ષ પછી વળધ્ધો અને વળક્ષોના શુભાર્થે સદભાવના વળધ્ધાશ્રમને નિમીત બનાવી, સદભાવના વળધ્ધાશ્રમના લાભાર્થે રામકથા આપી છે.
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વળધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વળધ્ધાશ્રમમાં નાતラજાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વળધ્ધોને, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વળધ્ધાશ્રમમાં દાખલ થતાં વળધ્ધો પાસેથી કોઈપણ પ્રકારનું ડોનેશન, ફી લેવામાં આવતી નથી. આ વળધ્ધાશ્રમમાં હાલ ૬૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. જેમાં ૨૦૦ જેટલા વડીલો તો ડાઈપર પર છે, પથારીવશ છે. સદભાવના વળધ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા રામપર ગામ ખાતે ૩૦ એકર જગ્યામાં, પથારીવશ-નીરાધાર-લાચાર ૫૦૦૦ જેટલા વડીલોનો સમાવેશ થઈ શકે તેવું નવા વળધ્ધાશ્રમનું નિર્માણ ૩૦૦ કરોડ રૂપીયાનાં ખર્ચે શરૂ થઈ રહયું છે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગળહ,પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, બાગ બગીચા સહિતની તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. જેના લાભાર્થે અને સદભાવના વળધ્ધાશ્રમ દ્વારા થઈ રહેલી વળક્ષારોપણની પ્રવળતિઓ અંગે આ રામકથા થઈ રહી છે. સદભાવના વળધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વળક્ષારોપણ જ નહી, વળક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ વળક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાકી જંગલોના માધ્યમથી ૭૦ લાખ વળક્ષો સાથે ૪૦૦ ટેન્કર,૪૦૦ ટ્રેક્ટર અને ૧૬૦૦ માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વળક્ષો વાવવાનો,ઉછેરવાનો સંસ્થાનો ધ્યેય છે. ગુગલ મેપ પરથી જયારે કોઈ સર્ચ કરે ત્યારે ગ્રીન ભારત દેખાવું જોઈએ. લોકોમાં વળક્ષારોપણને લઈને જાગળતિ આવે તે માટે પણ આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ - વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો હાજર રહેશે. સમગ્રપણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ' પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો પ્રયાસ છે.
૧૨ વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાઈ રહી હોય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં પણ આખું ગુજરાત આતુર છે. આ કથામાં કયાંય પણ કચાશ ન રહી જાય અને શ્રોતાઓને નાની અમથી તકલીફ ન પડે તે માટે સદભાવના વળદ્ધાશ્રમની ટીમ દ્વારા ચીવટતાપૂર્વક કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે. વૈશ્વિક રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે બે લાખ ચોરસફૂટ જગ્યામાં ત્રણ જર્મન ડોમ તૈયાર થઈ ગયો છે. રોજ ૧ લાખ લોકો કથા શ્રવણ કરશે અને ૫૦,૦૦૦ લોકો ભોજન પ્રસાદ લેશે. પૂ. મોરારિબાપુની સમગ્રપણે ૯૪૭મી રામકથા યોજાશે.
રેસકોર્સ પર મુખ્ય સ્ટેજ પર વ્યાસપીઠ બનાવવામાં આવી છે અને પૂ. મોરારિબાપૂના કટઆઉટ મુકવામાં આવ્યા છે. કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજનપ્રસાદ લઈ શકે તે માટે ૯૦ બાય ૧૮૦ ચોરસફૂટ જગ્યામાં રસોડું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રસાદ બનાવવામાં આવશે. જયારે ભોજન મંડપ ૯૦ બાય ૫૦૦ ચોરસફૂટનો બનાવાયો છે. જેના બે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાહન ર્પાકિંગને લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ૧૫૦૦ જેટલી કાર તેમજ ૧૫,૦૦૦ ટુ- વ્હીલરનું ર્પાકિંગ થઈ શકે તેવી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો માટે રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે.
પૂ. મોરારીબાપુની સમગ્રપણે ૯૪૭મી રામકથા યોજાશે. પૂ. મોરારિબાપુ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને દરેક નાગરિકમાં ભારતીય સંસ્કળતિનું સિંચન કરી રહ્યા છે. પૂ. બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વળદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વળક્ષો અને વડીલો માટે થઇ રહી છે. કથામાં વિદેશથી પણ હજારો રામકથા પ્રેમીઓ આવશે. રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા અને પ્રીતિનાં મૂલ્યોને સમજાવવાનું માધ્યમ છે. પૂ. બાપુનું કથન સરળ ભાષામાં અને હૃદયસ્પર્શી હોય છે, જે દરેક વયના લોકો માટે સમજવું સરળ હોય છે. પૂ. મોરારી બાપુ રામકથામાં રામાયણ અને અન્ય ભારતીય ગ્રંથોનો ઉલ્લેખ કરીને જીવનનાં મહત્વના સિદ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ અને કર્તવ્ય, માનવતા અને એકતા, અહિંસા અને શાંતિની સમજણ આપે છે. રામકથા સમાજમાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિની ભાવનાને પ્રોત્સાહિત કરે છે. રામકથામાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ જીવનની સમસ્યાઓનો સામનો કરવા અને માનવતાની સેવા માટે પ્રેરણા આપે છે. પૂ. બાપુ દેશ વિદેશમાં કથાઓ કરે છે. પૂ. મોરારિબાપુની સૌ પ્રથમ વિદેશની સફર કેન્યાના નૈરોબીમાં ૧૯૭૬માં થઇ હતી તે સમયે બાપુની ઉંમર માત્ર ૩૦ વર્ષની હતી. પૂ. મોરારિબાપુએ સૌપ્રથમ માટીના બનેલા એક વ્યાસ પીઠ પર શ્રી રામનો ફોટો રાખીને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું અને શરુ શરુ માં તે જગ્યાએ એક પાણી પીવાની પરબ પાસે તરસ્યા લોકો પાણી પીવા આવતા તે લોકો બેસીને કથા સાંભળતા. આજે તે જગ્યાએ ગામના લોકોએ મળીને એક હનુમાન મંદિર બનાવ્યું છે અને તેને નામ આપ્યું છે ૅરામ વાડીૅ. પૂ. મોરારિબાપુની પ્રસિધ્ધીનું પ્રમાણ મેળવવા માટેનો એક પ્રયાસ કરીએ તો કહેવાય છે કે તુલસીદાસ લિખિત રામચરિતમાનસ માં લગભગ ૧૦૦૦ થી વધુ શ્લોક છે અને દરેક શ્લોકમાં ૧૬ થી ૧૮ લાઈન છે. એટલે કે પૂ. મોરારિબાપુએ ૧૨ વર્ષની ઉંમરે ૧૫૦૦૦થી પણ વધુ લાઈનને યાદ કરીને કંઠસ્થ કરી હતી અને દરેક લાઈનને સમજી હતી. પૂ. મોરારિબાપુનું માનવું છે કે સ્વાસ્થ્ય, ભણતર અને ભોજન એ વિનામૂલ્યે મળે તો દુનિયાની કોઈ પણ મુસીબતને પહોંચી શકાય. આ ત્રણ જરૂરિયાતનો વેપાર ન થવો જોઈએ.
વળક્ષો અને વડીલો બંને છાયા આપે છે. પરિવારમાં જયારે વડીલ હોય ત્યારે માથા પર તેમની છત્રછાયા હોય તેવો અનુભવ થાય છે અને વળક્ષો પણ છાયા આપે છે. આ કથાનું આયોજન વળક્ષો અને વડીલો માટે કરવામાં આવ્યું છે. અગાઉ રાજકોટમાં પૂ. મોરારિબાપુની સૌ પ્રથમ રામકથા ૧૯૭૬માં થઇ હતી ત્યારબાદ ૧૯૮૨, ૧૯૮૬ અને એ પછી ૧૯૯૮ માં માનસ મુદ્રિકા, ૨૦૦૭ માં માનસ વાલ્મિકી,૨૦૧૨ માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી. હવે ૧૨ વર્ષ બાદ રાજકોટમાં વૈશ્વિક રામકથા થઇ રહી છે. કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વળક્ષોનું મહત્ત્વ અંગે સાંસ્કળતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વળદ્ધાશ્રમનાં વળદ્ધોની સેવા-ચાકરી,નવા પરિસરના નિર્માણ અને વળક્ષારોપણની પ્રવળત્તિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે. રાજકોટમાં મીની અયોધ્યા સર્જાશે.
સદભાવના વળદ્ધાશ્રમનાં માર્ગદર્શક, સંરક્ષક આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ મહાસભાના કન્વિનર, સેક્રેટરી, ધર્માચાર્ય પરમાત્માનંદ સરસ્વતીજી જણાવે છે કે, ઙ્કરાજકોટની વૈશ્વિક રામકથા ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ છે. સર્વધર્મ સમભાવ માટે આ શ્રેષ્ઠ મોકો છે. ૧૨ વર્ષ બાદ રાજકોટમાં યોજાઈ રહેલી પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથામાં સૌ કોઈને જોડાવવા, પુણ્યના યજ્ઞમાં આહુતિ આપવા આહ્વાન છે. વળદ્ધાશ્રમ એ આવકાર્ય વ્યવસ્થા નથી, પરંતુ રાજકોટ રામકોટ છે ત્યારે નિઃસંતાન, પથારીવશ, બીમારીથી પીડાતા વડીલો આંગણે આવે તો ના તો ન જ પડાય. રાજકોટ તો ‘સેવાનગરી છે. કદાચ સદભાવના વળદ્ધાશ્રમનાં વિશાળ વળક્ષારોપણનાં પગલે ઠેર ઠેર સારો વરસાદ વરસ્યો હોય તેવું પણ બને. વળક્ષોએ તો પાણીનો વિકટ પ્રશ્ન સોલ્વ પણ કર્યો છે. સંસ્થાનો આખા ભારતમાં વળક્ષો વાવવાનો સંકલ્પ સરાહનીય છે. વળક્ષો અને વડીલોની સેવાર્થે થઈ રહેલ મહાન કાર્ય સમી વૈશ્વિક રામકથામાં સૌ કોઈ તન, મન અને ધનથી સેવા આપતાં કટિબદ્ધ બને તે જરૂરી છે. કસરત, યોગ, પ્રાણાયમ પછી એક નવો યોગ છે જે સેવાયોગ છે. અત્યારે માણસમાં સંપત્તિ આવી ગઈ છે પણ સમળદ્ધિ આવી નથી, કોઈ માણસ બીજાના દુઃખમાં દુખી ન થાય એ તો સમજ્યા પણ બીજાના સુખમાં સુખી થનારાઓની પણ સંખ્યા ઘટતી જાય છે. એવા સમયે આપણે એવું આશ્રમ બનાવીએ કે ભારતનાં સંતાનોને પોતાના માતા પિતાની સેવા કરવાની તો પ્રેરણા મળે જ પણ અન્યના માતા પિતાની પણ એ સેવા કરી શકે એવા એના સંસ્કાર બને.
વૈશ્વિક રામકથામાં સંતો, મહંતો સહિત વિવિધ મહાનુભાવો હાજરી આપશે. જેમાં ૨૩ નવેમ્બરે ભાગવત કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યા, પ.પુ. કળષ્ણમણી મહારાજ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ૨૬ નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ. પૂ. અવધેશાનંદજી મહારાજ, ૨૬ થી ૩૦ નવેમ્બર દરમિયાન પ. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પતંજલિ યોગ વિદ્યાપીઠનાં પ. પૂ. સ્વામી રામદેવજી, ૨૯ નવેમ્બરે વેદાંતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક પ. પૂ. ચિન્મયાનંદ સ્વામીજી, પ. પૂ. ગીતામનીષી સ્વામી જ્ઞાનાનંદજી, પ. પૂ. પદ્મશ્રી શ્રી દત્ત પદ્મનાભ પીઠ ગોવાના વર્તમાન પીઠાધીશ્વર પ. પૂ. સદગુરુ બ્રહ્મેશાનંદાચાર્યજી, એસ.જી.વી.પી ગુરુકુળ, અમદાવાદનાં પ. પૂ. માધવ પ્રિયદાસજી, બાઘેશ્વર ધામના પ. પૂ. ધીરેન્દ્ર શાષાીજી, શ્રી એલ. વી સુબ્રમણ્યમ - પૂર્વ ચીફ સેક્રેટરી (આંધ્રપ્રદેશ સરકાર) સહિતનાઓ હાજરી આપશે.
સત્ય,પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર પૂ.મોરારી બાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠીકા લઈ રાજકોટમાં પધારી રહ્યા છે.
નાતે રામકથાના આયોજિત પ્રેમયજ્ઞમાં પૂ.મોરારી બાપુના શ્રીમુખે રામકથાના શ્રવણનો લાભ બહોળી સંખ્યામાં લેવા સૌને જાહેર આમંત્રણ અપાયું છે.
વળદ્ધ અને વળક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વળક્ષોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા ઙ્કમાનસ સદભાવનાઙ્ઘનું આયોજન કરાયું છે. ૨૩ નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, સીએ, ડોક્ટરો, વકીલો તેમજ દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક સ્તરનાં કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.
૧) સ્ટેજની પ્રતિકૃતિ
૨) પ્રેસ કોન્ફરન્સ : પત્રકાર પરિષદમાં વિજયભાઇ ડોબરિયા, મિતલ ખેતાણી, દિનેશ ચોવટિયા, કેતન પટેલ, જીતુ કોઠારી (રિઝલ્ટ એડ્.), ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, દેવાંગભાઇ માંકડ, ભરતભાઇ શિંગાળા વગેરે નજરે પડે છે.
૩) અયોધ્યાનગરી નિર્માણ થઇ રહી છે.
૪) તૈયારીનો ધમધમાટ (તસ્વીર : સંદીપ બગથરિયા)
૩૦૦૦ કાર્યકરો સેવામાં
રાજકોટ : રેસકોર્સ ખાતે વૈશ્વિક રામકથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૩ હજારથી વધુ કાર્યકરો સેવા આપી રહ્યા છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે. સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. ન્યુઝ ચેનલોમાં સમગ્ર કથાનું જીવંત પ્રસારણ કરાશે. સુંદર વ્યવસ્થા કરવાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે અલગ- અલગ સમિતિના સ્વયંસેવકોએ પોતાની જવાબદારી ખુબજ કાળજી પૂર્વક નિભાવી આ પ્રસંગને એક ભવ્યાતિભવ્ય ઉત્સવ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ કાર્યો માટે અલગ અલગ પ્રકારની સમિતિઓ જેવી કે ર્પાકિંગ સમિતિ, મેડીકલ સમિતિ, સ્વચ્છતા સમિતિ, સેવા કાર્યોનાં મેનેજમેન્ટ કરવા માટેની સમિતિ, મંડપ ડેકોરેશન સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ તેમજ ઉતારાની ચા નાસ્તા સમિતિ બનાવવામાં આવી છે. વૈશ્વિક રામકથા માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરુ થઇ ચુકી છે. કથા શ્રવણ કરવા આવનાર લોકો માટે સેલ્ફીઝોન પણ બનાવવામાં આવ્યો છે. પોતાના નામજોગ લોકો વિડીયો સંદેશ અને આમંત્રણ આપી શકશે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
દરરોજ ૫૦ હજાર લોકો ભોજન પ્રસાદ લેશે એ માટે ખાદ્ય પદાર્થોની યોગ્ય ચકાસણી તેમજ સફાઈનું પૂરતું ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત ભોજનનો બગાડ ન થાય અને ભોજન ખંડમાં ગંદકી ન સર્જાય તે માટે સતત સફાઈની તકેદારી રાખવામાં આવશે. આશરે ૨૦૦ જેટલા રસોયા ઓ સેવા આપશે અને ૨૦૦ જેટલા ભોજન પીરસનારા સ્વયંસેવકો કાર્યરત રહેશે. અલૌકિક કથાનો રસપાન કરતા રામભક્તોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પાથરણા ગાદલા, તકિયા, ખુરશી તેમજ પાણીની વ્યવસ્થા કરી તમામ પ્રકારની યોગ્ય ગોઠવણી કરવામાં આવી રહી છે તેમજ રામભક્તો અલૌકિક કથાનું રસપાન કરી શકે તે માટે અધ્યતન ઓડિયો વીડિયો સિસ્ટમની ગોઠવણી કરવામાં આવશે. આ ઉપરાંત કથા મંડપમાં દૂર બેસેલા લોકો પણ પૂ. મોરારિબાપુના દર્શન કરી શકે અને શ્રોતાઓને કથા શ્રવણનો સંપૂર્ણ લાભ મળી રહે તે માટે કથા મંડપ વચ્ચે વિવિધ ખંડોમાં શકય તેટલી એલ.ઈ.ડી. સ્ક્રીન પણ લગાવામાં આવશે. આ વૈશ્વિક રામકથા વળક્ષો અને વડીલોનાં લાભાર્થે તેમજ સૌ આબાલ વળધ્ધો માટે આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન છે.
સિટી બસના રૂટ
રાજકોટ : સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી રાજકોટ વૈશ્વિક રામકથામાં ભાગ લેવા આવનાર શ્રાવકો માટે વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી બધા લોકો લાભ લઇ શકે. બસ વ્યવસ્થા ૨૩ નવેમ્બરે બપોરે ૨-૩૦ વાગ્યે અને ૨૪ નવેમ્બરથી ૧ ડીસેમ્બર સુધી સવારે ૮-૩૦ વાગ્યાથી રાખવામાં આવી છે.
બસ નંબર ૧: મવડી ઝખરાપીરના મંદિરથી શરુ કરી, મવડીગામ, બાપા સીતારામ ચોક, બાલાજી હોલ, બીગબજાર, કે.કે.વી હોલ, સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર ૨ : પી.ડી.માલવીયાથી ગોકુલધામ, સ્વામી નારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ત્રિશુલચોક (લક્ષ્મીનગર),વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર ૩ : કોઠારીયાથી શરુ કરી કોઠારિયા ગામ, રણુજા મંદિર, કોઠારીયા ચોકડી, નંદા હોલ, નીલકંઠ ટોકીઝ, સોરઠીયા વાડી ચોક, ભકિતનગર સર્કલ, સત્યવિજય આઈસ્ક્રીમ, મહારાણી લક્ષ્મીબાઈ સ્કુલ થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર ૪ : જીવરાજ પાર્કથી શરુ કરી શાષાી નગર, નાનામોવા સર્કલ, રાજનગર ચોક, લક્ષમીનગર ચોક થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર ૫ : માધાપર ચોકડીથી શરુ કરી માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શીતલ પાર્ક, રામાપીર ચોક,નાણાવટી ચોક, રૈયા ચોકડી થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર ૬ : ઉપલા કાઠા વિસ્તારથી શરુ કરી રામદેવપીર મંદિર, ભગીરથ સોસાયટી (સંતકબીર રોડ),ત્રિવેણી ગેઈટ (સંતકબીર રોડ), જલગંગા ચોક(સંતકબીર રોડ), ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાન સર્કલ(પેડક રોડ), રણછોડબાપુ આશ્રમ(કુવાડવા રોડ), પારેવડી ચોક (બેડીપરા) થઈને રેસકોર્સગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર ૭ : રેલનગર પેટ્રોલ પંપ પાસે ત્યારબાદ આસ્થા ચોક (રેલનગર), આંબલીયા હનુમાન (જકંશન), પેટ્રોલ પંપ (પુલના ખુણા પાસે) થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
તમામ માટે સમાન ભોજન
*પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથા
* રાજકોટ બનશે રામકોટ.
*આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુકત કરતા રામકથા શ્રવણ અને મહાપ્રસાદને ગ્રહણ કરવાનું જાહેર આમંત્રણ, જેના અન્ન ભેગા તેના મન ભેગા.
* કથામાં આવતા તમામ શ્રાવકો માટે ગાંઠીયા, ગુંદી, ખીચડી, શાક, સંભારો, રોટલી, કઢી જેવું એકસરખુ ભોજન-મહાપ્રસાદ પીરસવાનો વિચાર.
* રાજકોટના હાર્દ સમા રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સદભાવના વળધ્ધાશ્રમના યજમાનપદે રામકથાનું ભવ્ય-દિવ્ય આયોજન થઈ રહયું છે. સર્વે ધર્મ, સર્વે જ્ઞાતીના સમાજોને એક થવાનો અવસર.
* રામકથામાં આવવા-જવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી સીટી બસ સેવા ઉપલબ્ધ કરાઈ છે.
* વિદેશથી ખાસ રામકથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે તેમજ આમંત્રિત મહેમાનો સહિતનાં હજારો રામકથા પ્રેમીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા કરાઈ છે.
* ૩૦૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.
* થેલેસેમીયા મુકત સમાજ બની શકે તે માટે કથામાં ઐતિહાસીક વ્યવસ્થા, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, મેગા રકતદાન કેમ્પ દરરોજ યોજાશે.
* સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે.
*એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગ-સ્તરના આબાલ વળધ્ધ, ગરીબ-તવંગર સૌ કથા શ્રાવકો માટે હરહીર નું આયોજન
* રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન પણ થશે, હજારો લોકો વ્યસન મુક્ત બનશે.
* ચક્ષુદાન, દેહદાન, અંગદાન, શાકાહાર, ગૌસેવા-જીવદયાનાં હજારો સંકલ્પ પત્રો લોકો ભરશે.
*સદ્ભાવના વળધ્ધાશ્રમ,પીપળીયા ભવન, સ્વામીનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડી-માર્ટ વાળી શેરી, રાજકોટ-૩૬૦૦૦૪.
*સદ્ભાવના વળદ્ધાશ્રમ નાં લાભાર્થે તા.૨૩ નવેમ્બર-૨૦૨૪ સાંજે ૪ થી ૬: ૩૦ સુધી અને ૨૪ નવેમ્બરથી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૨૪ સુધી સવારે ૯ થી ૧: ૩૦ વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.૯૬૬૪૮૫૧૭૩૮ પર સંપર્ક કરવા સદભાવના વળદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે.
(4:28 PM IST)










