News of Saturday, 16th November 2024
મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ કાલે રાજકોટ શહેર જીલ્લાના ૨૬૫૦ મતદાન મથકો ઉપર સવારથી ખાસ ઝુંબેશ
બીએલઓની હાજરીમાં નામ ઉમેરવા-કમી-સુધારણા-સ્થળાતંર સહિતના ફોર્મ ભરી શકાશે..

રાજકોટ તા.૧૬: રાજકોટ શહેર જીલ્લામાં તા. ૨૮ નવેમ્બર સુધીમાં મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂ થઇ છે. તારીખ ૧/૧/૨૦૨૫ની સ્થિતિએ જેના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેમજ જેઓનું હજુ સુધી મતદારયાદીમાં નામ નોંધાયેલ નથી. તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદારયાદીમાં નામ નોંધાય તે હેતુથી તા. ૨૮/૧૧/૨૦૨૪ દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આવ્યું છે. આ સંદર્ભે કાલે તા.૧૭ના શહેર-જીલ્લાના ૨૬૫૦ મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફિસરોની હાજરીમાં સવારે ૧૦થી સાંજે ૫ સુધી ખાસ ઝુંબેશ રખાઇ છે, જેમાં મતદારો પોતાના નામ કમી- સુધારણા- રદ, સ્થળાંતર અંગેના અને ઉમેરવા અંગેના ફોર્મ ભરી શકશે.
આ ઉપરાંત ૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) અને ૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર)ને ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. અરજદારો ઘરે બેઠા ઓનલાઈન www. voterportal. eci.gov.in, Voterhelpline App અને www.nvsp.iઁ પર જઈને મતદારયાદીમાં સુધારો કરી શકશો. આ માટે વધુ માહિતી માટે ૧૯૫૦ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાશે. કાલે સવારે ૧૦થી સાંજે પ વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે. નામ ઉમેરવા-કમી વિગેરે કાર્યવાહી થશે, આ ઉપરાંત મામલતદાર કચેરી, મતદાન નોંધણસ અધિકારીની કચેરી, કલેકટર કચેરીનો સંપર્ક કરી શકાશે
(4:43 PM IST)










