News of Saturday, 16th November 2024
સડેલા અનાજના વિતરણ બાબતે પૂરવઠા સલાહકાર સમિતિની બેઠક તોફાની બની : કલેકટરની તપાસના આદેશો
સાંસદ રામભાઇ મોકરીયા, ચેમ્બરના પ્રતિનિધિ રાજૂ જૂંજાએ કલેકટર સમક્ષ નમુના રજૂ કર્યા

રાજકોટ તા. ૧૬: આજે કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલ જીલ્લા પૂરવઠા સલાહકાર કમિટીની બેઠક થોડી તોફાની બની હતી મીટીંગના પ્રારંભે જ સાંસદ રામભાઇ મોકરીયા તથા રાજકોટ ચેમ્બરના પ્રતિનિધીએ કાર્ડધારકોએ સડેલા અનાજ વિતરણ અંગે ડીસીઓ ખૂલાસો પૂછતા હતા કલેકટર દ્વારા નમૂના રજૂ કરાયેલા પ્રણવ જોષી ચોકી ઉઠયા હતા તેમણે તપાસના આદેશ કર્યા છે.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ ઉપસ્થિતોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે સમાવેશ કરવામાં આવેલ રેશનકાર્ડ ધારકો તથા વાજબી ભાવની દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા બાબતે જરૂરી સૂચના આપી હતી.નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધીએ શ્નવન નેશન વન રેશન કાડ વિશે રાજકોટ જિલ્લામાં થતા અનાજ વિતરણની વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબહેન વંગવાણી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર યોજના હેઠળ શ્નવન નેશન વન રેશન કાર્ડઙ્ખ થકી થતા અનાજ વિતરણની વિગતો, વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફારની અરજીઓ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી.
બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, સંસદસભ્ય રામ ભાઇ મોકરીયા વગેરે ે ઉપસ્થિત રહ્યા હતા.
(2:57 PM IST)










