<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

શ્રીનાથજી સોસાયટીમાં ઘરપાસે કચરો નાખવા બાબતે વૃધ્‍ધા અનસુયાબેન પર પાડોશીનો હુમલો

વૃધ્‍ધાની માલવીયાનગર પોલીસમાં ધીરૂ મિયાત્રા, લાલો, પુજા, કાનો અને ગૌતમ સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૬: મવડી મેઇન રોડ પર આવેલી શ્રીનાથજી સાોસયટીમાં ઘર પાસે કચરો નાખવા બાબતે વૃધ્‍ધા સાથે ઝઘડો કરી પાડોશીઓએ હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૧ માં રહેતા અનસુયાબેન પ્રફુલભાઇ દવે (ઉ.વ. ૬પ) એ માલવીયાનગર પોલીસ મથકમાં પાડોશી ધીરૂ મિયાત્રા, લાલો, પુજા, કાનો અને ગૌતમ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે વૃધ્‍ધાએ ફરિયાદમાં જણાવ્‍યુ છે કે જેમાં ગત તા. ૮ ના રોજ પોતે ઘરે હતા, ત્‍યારે પોતાના ઘર પાસે તુટેલી કુંડીમાં કચરો નાખ્‍યો હોઇ જેથી પાડોશી ધીરૂ મિયાત્રા વિડીયો શુટીંગ કરવા લાગ્‍યો હતો. જેથી પોતે પોતાના ઘરમાં જઇને મોબાઇલ લઇને બહાર આવતા ધીરૂની પુત્રવધુએ પોતાનો મોબાઇલ લઇ લીધો અને તેમાથી સીમકાર્ડ કાઢી ઘા કરતા મોબાઇલ તુટી ગયો હતો. બાદ ધીરૂ ઘરમાં આવી ફળીયામાં પોતાની સાથે હાથાપાઇ કરવા લાગ્‍યો હતો થોડીવાર બાદ તેનો પુત્ર લાલો તથા કાનો બન્ને આવીને પોતાને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી  અને ધીરૂ મિયાત્રાએ પોતાના વાળ ખેંચી પોતાના માથાના ભાગે માર માર્યો હતો અને લાકડી ફટકારી પોતાના માથાના ભાગે ઇજા કરી હતી દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા પાંચેય શખ્‍સો ભાગી ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા પોલીસ આવી જતા પોતે પોલીસની ગાડીમાં માલવીયાનગર પોલીસ મથકે જતાં ત્‍યાં પોતાને ડર લાગતા પોતે ફરિયાદ કરી ન હતી અને પોતાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતા બાદ ગઇ કાલે પોતે માલવીયાનગર પાલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ મથકના હેડ કોન્‍સ કે.જી. ઝાલા સહિતે પાંચેય શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે

(3:04 PM IST)