<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ક્રિષ્‍ના ફાઉન્‍ડેશન દ્વારા આહીર યુવાઓ માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના વર્ગો

 

રાજકોટ : ક્રિષ્‍ના ફાઉન્‍ડેશન દ્વારા રાજકોટમાં આહીર યુવા ભાઇ બહેનો માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના તાલીમ વર્ગનું આયોજન કરાયુ છે. ૨૫ નવેમ્‍બરથી આરંભ થનાર આ વર્ગોમાં હાલ પ્રવેશ કાર્ય ચાલુ કરી દેવાયુ છે. ઉજવળ કારકીર્દી માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ જેવી કે પોલીસ કોન્‍સ્‍ટેબલ, પી.એસ.આઇ.ની પરીક્ષાઓની તૈયારી આ કેન્‍દ્ર પર કરાવવામાં આવે છે. રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર રામદેવપીર ચોકડી નજીક પરીશ્રમ સ્‍કુલ ખાતે કાર્યરત ક્રિષ્‍ના ફાઉન્‍ડેશનના આ વર્ગોમા પ્રવેશ મેળવવા તા. ૨૩ સુધીમાં સાંજે ૬.૩૦ થી ૮ દરમિયાન રૂબરૂ વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરવા જણાવાયુ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૩ થી કાર્યરત આ કેન્‍દ્ર પર ૨૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પાસ કરીને સરકારમાં જોડાઇને સેવા આપી રહ્યા છે. વધુ માહીતી માટે મો.૯૫૫૮૩ ૩૭૭૬૨ ઉપર સંપર્ક કરવા ક્રિષ્‍ના ફાઉન્‍ડેશન રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

(3:11 PM IST)