<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

‘માધાની મેડી': ભજનીકલ નાટકે રંગ રાખ્‍યોઃ ર૭મીએ વધૂ એક શો

રાજકોટ : ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી, હેમુ ગઢવી હોલ ખાતે મયુર સોનેજી/ કળતલ શુકલ ૪ દિગ્‍દર્શિત ભજનીકલ નાટક ‘માધા ની મેડી' યોજાય જતા સારો પ્રતિસાદ મળેલ.રાજકોટ જિલ્લો  ડેવલોપમેન્‍ટ ઓફિસર હિતેશ દિહોરસ એ સમગ્ર ટીમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું તથા રાજકોટનાં કલાકારો માટે વિશિષ્ટ તક પૂરી પાડવાના પોતાના વિઝન ને આ પ્રયોગ થકી ચરિતાર્થ કર્યુ.પદ્મશ્રી એવોર્ડ થી સન્‍માનિત  હેમતભાઈ ચૌહાણ અને તેમના પરિવારની વિશેષ ઉપસ્‍થિતિમાં રાજકોટના ૧૦૦ કલાકારોએ ૧૦૦૦ દર્શકોને એક તાંતણે બાંધ્‍યા. ગાયક કલાકારો એ વિવિધ ભજનો પીરસ્‍યા અને સાથે પ્રથમ વાર મય પર નાટય અભિનય કર્યો.  ૪ વર્ષના બાળ કલાકાર થી લઈને ૭૦ વર્ષ સુધીના કલાકારો એ વિવિધ પાત્રો ભજવી આ નાટય- પ્રયોગને ન્‍યાય આપ્‍યો હતો.નાટક ની અંદર ભજન, સંગીત, નળત્‍યને એક સાથે રજૂ કરતી ઘટનાઓ  અવિસ્‍મરણીય અનુભવ બની ગઈ,   Here & Now Film School ની આ પ્રયોગ શહેર ના વિવિધ કલાજગત નાં કલાકારો માટે શિક્ષણની ૪) એક નોંધપાત્ર ઘટના બની કોઈ પણ ક્રિએટિવ પ્રોડક્‍ટ તૈયાર કરવામાં અનેક ડિપાર્ટમેન્‍ટ નો સહયોગ જરૂરી બનતો હોય છે. ‘માધા ની મેડી' દ્વારા એક્‍ટિંગ, રાઈટિંગ, સિંગિંગ, સેશન પ્‍લેટિંગ, સાઉન્‍ડ, લાઇટ્‍સ. કોસચ્‍યુમ, કલાસિકલ ડાન્‍સ, સેટ ડિઝાઇન, આર્ટ પ્રોડક્‍શન જેવાં અનેક વિભાગના લોકોએ સાથે મળીને એકબીજાને પોત-પોતાની કલા વિશે માહિતગાર કર્યા અને પોતાની સમજ અને સૂજ વહેંચી આવો આનંદ લુંટવાથી વંચિત રહી ગયેલાઓ માટે ફરી ર૭-૧૧-ર૦ર૪ બુધવારના રોજ હેમુગઢવી હોલમા માધાની મેડી ફરી ખુલશે બુક માય શો પરથી ટિકિટ બુક કરાવી શકાશે. તેમ દિવ્‍યેશભાઇ (મો.૮૩૪૭૮ ૯૦૧૧ર)ની યાદીમાં જણાવાયું છે.

(3:12 PM IST)