News of Saturday, 16th November 2024
રોમેન્ટીક ડ્રામા ફિલ્મ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની' : રર મીએ રીલીઝ
ગુજરાતી પરિવારની સંઘર્ષગાથા રજુ : મિત્ર ગઢવી, સિધ્ધિ ઇદનાની, દેવર્ષી શાહ, હિતેનકુમાર મુખ્ય ભુમિકામાં : ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ થતા જ ખુબ સારો પ્રતિસાદ : વરસાદના લાઇવ દ્રશ્યો કંડારવા જબરી મહેનત : ૪૧ દિવસ શુટીંગ ચાલ્યુ

તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની ફિલ્મ'ના કલાકારો હિતેનકુમાર, મિત્ર ગઢવી, સિધ્ધી ઇદનાની, જહાન્વી ગુરનાની, પ્રોડયુસર મનોજ આહીર નજરે પડે છે. બાજુની તસ્વીરમાં શ્રી નિમિષભાઇ સાથે હળવાશભરી ચર્ચા કરતા હિતેનકુમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)
રાજકોટ તા. ૧૬ : ગુજરાતી વાઇબ્રન્ટ પૃષ્ઠભૂમિને રજુ કરતી રોમેન્ટીક ડ્રામા ટાઇપની ફિલ્મ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની' આગામી તા. ૨૨ ના સીને પડદા પર રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ ફિલ્મના કલાકારોએ જણાવ્યુ હતુ કે ઇતિશ્રી, બેંકર વેદ અને રાઘવ એમ ત્રણ પાત્રોને કેન્દ્રમાં રાખી આગળ વધતી આ ફિલ્મમાં પ્રેમ અને સંઘર્ષની વાત રજુ થાય છે. સાચો પ્રેમ અને વ્યક્તિગત વિકાસનો અનોખો સંગમ જોવા મળે છે.
ઇતિશ્રી એક થીએટર એકટ્રેસ હોય છે. મેટ્રીમોની કંપની દ્વારા તેનો સંપર્ક યુ.કે.ના બેંકર વેદ સાથે થાય છે. આ મેટ્રીમોની કંપનીનો ઓનર રાઘવ ઇતિશ્રીના પ્રેમમાં પડે છે. આ વાતથી અજાણ ઇતિશ્રી અને વેદની સગાઇની તૈયારીઓ ચાલે છે ત્યારે ફિલ્મ નવો જ વળાંક લ્યે છે.
આ સાથે જ રૂસ્તમ કાકા, ઇરાની કાફેના માલીક અને શાલીની, એક શાષાીય નૃત્ય શિક્ષિકાની વાત વાર્તામાં ગહનતા અને નવો દ્રષ્ટિકોણ ઉમેરે છે. જે પ્રેમની નવી પરિભાષા સમજાવે છે. અંતે ઇતિશ્રીની જર્ની マદયસ્પર્શી પુર્નમિલન તરફ દોરી જાય છે.
મિત્ર ગઢવી, સિધ્ધી ઇદનાની ઉપરાંત આ ફિલ્મમાં હિતેનકુમાર, દેવર્ષી શાહ, સુચિતા ત્રિવેદી, તત્સત મુન્શી, જહાન્વી ગુરનાની, છાયા વોરા, પ્રશાંત બારોટ, ચૌલા દોશી સહીતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે.
ફિલ્મની વાર્તા જહાન્વી ચોપડાએ લખી છે. મ્યુઝીક સિધ્ધાર્થ અમિત ભાવસારનું છે. તેમજ બોલીવુડ ફિલ્મોમાં બીજીએમ મ્યુઝીક આપનાર અમર મોઇલે દ્વારા ફિલ્મને વધુ મ્યુઝીકલ બનાવાઇ છે.
દિવ્યેશ દોશી અને જગત ગાંધી દ્વારા પ્રોડયુશ આ ફિલ્મના ડાયરેકટર પ્રીત છે. જેઓ અગાઉ વેનીલા આઇસ્ક્રીમ ગુજરાતી ફિલ્મ ડીરેકટ કરી ચુકયા છે. ફિલ્મના કો-પ્રોડયુસર મનોજ આહીર છે.
આગામી ૨૨ નવેમ્બરે રીલીઝ થવા જઇ રહેલ આ ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક અમદાવાદમાં પીવીઆર ખાતે લોન્ચ થતા જ ખુબ સરારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં સીનેમેટોગ્રાફી, કોસ્ચ્યુમ્સ, એસ્થેટીકસ, બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને ચોઇસ ઓફ લોકેશન્સ દરેક ફ્રેમને ગ્રાન્ડ બનાવે છે.
આ મુલાકાત દરમિયાન સિધ્ધી ઇદનાનીએ જણાવ્યુ હતુ કે આ પહેલા પણ હું ગુજરાતી ફિલ્મો કરી ચુકી છે. ધ કેરાલા સ્ટોરી જેવી હિન્દી ફિલમ પણ કરી છે. પરંતુ ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની'માં મને કઇક અલગ જ અનુભવ થયો છે. શુટીંગ દરમિયાન અમે ટીમ સાથે ખુબ આનંદ કર્યો.
હિતેનકુમારે જણાવેલ કે ૪૧ દિવસ સુધી આ ફિલ્મનું શુટીંગ ચાલ્યુ હતુ. ખાસ કરીને જુન-જુલાઇનો સમયગાળો ફિલ્મમાં દર્શાવાયો છે. એટલે વરસાદના સીન કંડારવા અમારે ખુબ મહેનત લેવી પડી હતી. ખાસ લાઇવ દ્રશ્યો લેવાના પ્રયાસો કરાયા છે. એટલે આ ફિલ્મમાં પુરી રોચકતા લાવવા ટીમે ખાસ્સી મહેનત ઉઠાવી પડી હતી. ફિલ્મમાં બહારના વરસાદની સાથે અંદરના વરસાદની વાતને પણ ખુબ સારી રીતે વણવા પ્રયાસ થયો છે.
મિત્ર ગઢવીએ જણાવેલ કે આ ફિલ્મમાં પ્રેમ અને સંઘર્ષનીવાત છે. ‘નાચ' અને ‘ઝીણી ઝીણી રે' સહીતના ગીતો જમાવટ કરે છે. લોકો આ ફિલ્મને ખુબ વધાવશે. તેવો આશાવાદ અંતમાં મિત્ર ગઢવીએ વ્યકત કર્યો હતો.
(3:12 PM IST)










