News of Saturday, 16th November 2024
ડિસેમ્બરમાં લોહાણા સમાજનો નિઃશુલ્ક જીવનસાથી પસંદગી સંમેલનઃ નામ નોંધણી

રાજકોટઃ સમગ્ર દેશમાં વસતા લોહાણા રઘુવંશી પરિવારના વર્ષ ૧૯૯૦ બોર્ન પછીના અને ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલ હોય તેવા તમામ કુંવારા, છૂટાછેડા, વિધવા વિગેરે તમામ લગ્નોત્સુક દિકરા-દિકરીઓ માટે આગામી તા.રર/૧ર/ર૪ ને રવિવારના રોજ બોપરના ૩ થી ૬ દરમિયાન શ્રીરામ ગૃપ લગ્ન સંસ્થા-રાજકોટ, આશિષભાઇ પૂજારા, મો. નં. ૯૮રપ૩૦૦૩૩૩ અને તેમના સાથી સહયોગી : મૂકેશભાઇ તન્ના, મનિષભાઇ ઉનડકટ, ધવલભાઇ પાબારી, આનંદ ભાઇ જોબનપુત્રા, નવિનભાઇ પટેલિયા, અશોકભાઇ કુંડલીયા,રાજુભાઇ જોબનપુત્રા, હર્ષદભાઇ મજેઠીયા, મહેશભાઇ કોટક, તેજસભાઇ રાજાની, વર્ષાબેન કારીયા, મીનાબેન, હર્ષા બેન કકકડ, દીપ્તિબેન ખેતાણી, શિલ્પાબેન કોટેચા, કિંજલબેન પાબારી,ઊર્જાબેન જોબનપુત્રા, બિનલ ઠકકર, બીન્દુબેન રાજ, નિહારિકાબેન સુરત દ્વારા શ્રી સરસ્વતી શિશુ વિદ્યા વિહાર મંદિર સ્કૂલ મારૂતિ નગર, જૂના એરપોર્ટ રોડ ખાતે ટીવી સ્ક્રીન દ્વારા હાઇટેક નિઃશુલ્ક જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું છે.
જેમાં લગ્નોત્સુક દિકરા-દિકરીઓ ઉપસ્થિત રહેવા માટે અગાઉ થી પોતાના એકમાત્ર ફોટાવાળી સંપૂર્ણ વિગતવાર માહિતી સાથેની તાજેતરની અધ્યતન બાયોડેટા વોટસએપ નંબરઃ ૯૮રપ૩૦૦૩૩૩/ ૯૮રપ૪૩૪૬૩૦ જણાવાયું છે. રજીસ્ટ્રેશન માટેની અંતિમ તા.૧ર/૧ર/ર૦ર૪ સુધી છે.
આ લગ્નોત્સુક દિકરા-દિકરીઓના પસંદગી સંમેલન મા દિકરા-દિકરીઓ ના વાલી તરીકે માતા પિતા કે અધિકૃત વડીલ વાલી પૈકી કોઇપણ એક જ વ્યકિત હાજર રહી શકશે તેમ આશિષભાઇ પૂજારા, શ્રીરામ મેરેજ બ્યુરો, રાજકોટ-૯૮રપ૩૦૦૩૩૩, મૂકેશભાઇ તન્ના જુના ગુંદાવાડીવાળા, ૯૮રપ૩પ૪૬૩૦ની યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(
(3:41 PM IST)










