News of Saturday, 16th November 2024
વિઠ્ઠલવાવ પાસે બાઇક સ્લીપ થઇ જતાં ત્રંબાના કિશોરભાઇ મોરવાડીયાનું મોત
રાજકોટ ઇમિટેશનનો માલ લેવા આવતી વખતે બનાવઃ ચાર દિવસની સારવારને અંતે દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: ત્રંબા નજીક વિઠ્ઠલવાવ પાસે ચાર દિવસ પહેલા બાઇક સ્લીપ થઇ જતાં ત્રંબાના ઇમિટેશનના કારીગર યુવાનને ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ત્રંબા રહેતાં કિશોરભાઇ ધીરૂભાઇ મોરવાડીયા (ઉ.વ.૪૦) તા. ૧૨ના સાંજે મોટરસાઇકલ હંકારી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે વિઠ્ઠલવાવ ગોૈશાળા નજીક ઠાકરધણી હોટેલ પાસે તેનું વાહન સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં, અહિથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કિશોરભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પોતે ઇમિટેશનનું કામ કરતાં હોઇ તેનો માલસામાન લેવા માટે રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
(4:22 PM IST)










