News of Saturday, 16th November 2024
કમળાની બિમારીએ ૩૩ વર્ષના મોૈલિકભાઇ મેંદપરાનો જીવ લીધો
વાવડી વૃંદાવન સોસાયટીના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: વાવડી એંસી ફુટ રોડ મટુકી રેસ્ટોરન્ટ નજીક વૃંદાવન પેલેસમાં રહેતો મોૈલિકભાઇ બચુભાઇ મેંદપરા (ઉ.વ.૩૩) નામનો યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મોૈલિકભાઇ બે ભાઇમાં નાના હતાં અને પાનની દૂકાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. તેમને દિવાળી વખતે કમળો થઇ જતાં ખાનગી હોીસ્પટલમાં દાખલ થયા હતાં. બાદમાં રજા અપાતાં ઘરે હતાં. આજે તબિયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ પરંતુ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયદિપસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી.
શિવાજીનગરના નિલેષભાઇનું બેભાન હાલતમાં મોત
ચુનારાવાડ પાસે શિવાજીનગર-૧૨માં રહેતાં નિલેષભાઇ ઠાકરશીભાઇ સકોરીયા (ઉ.વ.૪૭) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ અહિ મૃત્યુ થયું હતું. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને બંગડીનું મજુરી કામ કરતાં હતાં. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:08 PM IST)










