<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

નાગરીક બેંક ચૂંટણી : કલેકટર કચેરીથી મતદાન મથક ઉપર ચૂંટણી સ્‍ટાફ રવાના : કાલે સવારે ૮થી સાંજે ૪ સુધી મતદાન

રાજકોટ ઉપરાંત જેતપૂર-મોરબી-જસદણ-અમદાવાદ-સુરત-અમદાવાદ ખાતે મતદાન થશે

રાજકોટ,તા.૧૬ : રાજકોટ નાગરિક સહકારી બેન્‍ક લિમિટેડની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતળત્‍વમાં કાલે મતદાન થવા જઈ રહ્યું છે, ત્‍યારે  આજે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પોલિંગ સ્‍ટાફને પ્રસ્‍થાન કરાવાયું હતું.  રાજકોટ નાગરિક બેન્‍કની ચૂંટણી મુક્‍ત અને પારદર્શી વાતાવરણમાં યોજવા માટે ચૂંટણી અધિકારી શ્રી -ભવ જોશીના માર્ગદર્શનમાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં કુલ ૭ મતદાન મથક રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઈ ખાતે બનાવવામાં આવ્‍યા છે.

 રાજકોટ મતક્ષેત્રની ૧૩ જનરલ સીટ માટે કુલ ૨૩ ઉમેદવાર તથા અનામત ર મહિલા સીટ માટે કુલ ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં ૧૭મી નવેમ્‍બરે કુલ ૩૩ર મતદારો સવારે ૮ થી સાંજે ૪ કલાક સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.  આ ચૂંટણી પ્રક્રિયા માટે ૩૫ પોલીંગ સ્‍ટાફ તથા ૨૧ રીઝર્વ સ્‍ટાફની નિમણૂક કરવામાં આવી છે. ૫૦થી વધુ ચૂંટણી સ્‍ટાફ   ચૂંટણી પ્રક્રિયા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. આજે બપોરે  ચૂંટણીમાં મતદાન ફરજ પરના સ્‍ટાફને ચૂંટણી સામગ્રી સાથે પ્રસ્‍થાન કરાવાયું હતું

(4:10 PM IST)