News of Saturday, 16th November 2024
સ્માર્ટ સીટીનું અટલ સીટી થશે નામકરણઃ લોકાર્પણ માટે ભુપેન્દ્રભાઇનો સમય મંગાયો
આવતા મહિને ડિસેમ્બર અંતમાં શહેરીજનોને મળી શકે છે વધુ એક ભેટ કેન્દ્રીય મંત્રીને પણ નિમંત્રણઃ રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ૯૩૦ એકરમાં ફેલાયેલુ છેઃ ર૬ બગીચાઓ બનાવાયાઃ બીઆરટીએસ-સીનેજી બસ રૂટ, ઇલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન, શહિદ પાર્ક આકાર પામ્યા

રાજકોટ તા. ૧૬ :. સ્માર્ટસીટી માટે થયા બાદ શહેરની ભાગોળે રૈયા ગામ પાસે સ્માર્ટ સીટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં અટલસરોવર અને આવાસ યોજનાનું લોકાર્પણ થઈ ગયાબાદ હવે ગ્રીનફીલ્ડ સ્માર્ટસીટી એરિયામાં ૫૫૦ કરોડના ખર્ચે ઈન્ફાસ્ટ્રક્ચરના ે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે પૂર્ણતાના આરે મનપા દ્વારા તેનું અટલ સીટી નામકરણ કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે આગામી જનરલ બોર્ડમાં મંજુર કરવામાં આવશે. તેવી જ રીતે પ્રોજેક્ટના લોકાર્પણ માટે મુખ્યમંત્રીનો સમય માગવામાં આવ્યો છે.
દેશભરના ૧૦૦ સ્માર્ટ સિટીમાં એકમાત્ર એવા રાજકોટના ૯૩૦ એકરમાં પથરાયેલા ગ્રિનફિલ્ડ સ્માર્ટસિટી એરિયામાં અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યા બાદ હવે રૂૂપિયા ૫૫૦ કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ મિની ગિફટ સિટી સમાન રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વનો પ્રોજેક્ટ હવે પુર્ણતાના આરે છે. અને સંભવતઃ ડિસેમ્બર મહિનામાં રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજાને આ મહત્વના પ્રોજેક્ટની ક્રિસમસ ગિફટ મળે તેવી સંભાવના છે. રોબર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આઇ.ટી. અને આઇ સીસીસીના કામોને આખરી ઓપ અપાઇ રહ્યો છે. દેશભરના ૧૦૦ સ્માર્ટ સિટીમાં થર્ડ ફેસમાં પસંદ થયેલા રાજકોટનો સ્માર્ટસિટી ક્ન્સેપ્ટ એકમાત્ર ગ્રાઉન્ડ ફિલ્ડ ગિફટસિટી તરીકે ગ્રિનફિલ્ડ આધારિત છે.જ્યારે સુરત ડાયમંડ સિટી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના ડેવલપર્સ લાભ લે તો રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત સ્માર્ટ સિટીમાં ઉભી કરાયેલી સગવડતા સૌરાષ્ટ્રનું પહેલું ગિફટ સિટી બને તેમ છે.
રાજકોટના સ્માર્ટસિટીમાં રોબર્ટ ઇન્ફાસ્ટ્રક્ચર ૯૩૦ એકરમાં ફેલાયેલું છે. જે અંતર્ગત સ્માર્ટસિટી વિસ્તારમાં ૨૬ જેટલા બગીચાઓ છે.જેમાં પર્યાવરણની જાળવણી માટે દરવર્ષે ૫૦ હજાર વળક્ષોનું વાવેતર સદભાવના ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવશે.
સ્માર્ટસીટી વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મળતિરૂપે આઠ એકરમાં શહિદપાર્ક બનાવવામાં આવશે. રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત ૧૭ કિલોમીટર વિસ્તારમાં ૧૮ મીટરથી ૬૦ મીટરના રોડ બનાવવામાં આવશે. જ્યારે ૧૧ કિલોમીટરથી વધુ વિસ્તારમાં બીઆરટીએસ રૂૂટ બનાવવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી વિસ્તારમાં બીઆરટીએસ સાથે સીએનજી અને ઇલેક્ટ્રિક બસ પણ દોડાવાશે. સાથોસાથ ઇલેક્ટ્રિક બસનું ચાર્જગ સ્ટેશન પણ અહીં ઉભું કરવામાં આવશે. રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત ૧૪ કિલોમીટર વિસ્તારમાં સાયકલ ટ્રેકની સગવડતા ઉભી કરવામાં આવશે.
ઉપરાંત મોબાઇલ, ટેલિફોન કે વીજ કંપનીના કેબલ માટે અવારનવાર રોડ રસ્તાનું ખોદકામ ન થાય તે માટે સ્માર્ટસિટી વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ તેમજ વોટર સપ્લાય માટે અંડર ગ્રાઉન્ડ લાઇનની સગવડતા ઉભી કરવામાં આવી છે. અટલ સરોવરમાં જળ સંચય કરવા ૩૦ એકરમાં વરસાદી પાણીને ચેનલાઈઝ કરવામાં આવ્યા છે. આવી જ રીતે પૂરની પરિસ્થિતિમાં વોંકળાના પાણી પણ અટલ સરોવરમાં ઠલવાય તે માટે તમામ વોંકળા પણ ચેનલાઈઝ કરાયા છે.
જયારે ગટરનું પાણી શુધ્ધ કરવા માટે રૂૂ.૨૨ કરોડના ખર્ચે આઠ એમએલડીનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એસટીપી પ્લાન્ટ મારફત ગંદુ વાસવાળુ અને કલરવાળુ પાણી શુધ્ધ કરવા માટે એલન્ટી કંપની દ્વારા પ્લાન ચાલુક રવામાં આવશે તેમજ મેન્ટેનન્સ અને ઓપરેટ સહિતનું કામ આપવામાં આવશે.
(4:45 PM IST)










