<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

નેચરોપેથી-ડે નિમિતે તત્‍વ નેચેરોપેથી દ્વારા સોમવારે જાગૃતિ અભિયાનનો કાર્યકમ

રાજકોટઃ ૭ માં આંતરરાષ્‍ટ્રીય નેચરોપેથી ડે ની ઉજવણી અંતર્ગત આરોગ્‍ય એવમ સુખાકારી અંતર્ગત જાગૃતિ અભિયાનનું આયોજન થયું છે.

ડો.રસીલાબેન પટેલ કે જેઓ રોગમુકત ભારત અભિયાનના જીલ્લા કોઓર્ડીનેટર તરીકે કાર્યરત છે. તેઓ એક શિક્ષણ સંસ્‍થાનું સંચાલન પણ કરે છે. જેમાં ડિપ્‍લોમાં ઇન નેચરોપેથી એન્‍ડ યોગીક સાયન્‍સ અંતર્ગત બે વર્ષનો ડિપ્‍લોમાં પ્રમાણપત્ર અભ્‍યાસક્રમ ચલાવે છે તેમ યાદીમાં જણાવાયું છે.

તા.૧૮ ના સોમવારે સાંજે પથી ૮ મુરલીધર ફાર્મ(રેસકોર્ષ સામે, ન્‍યુ રીંગરોડ) ખાતે યોજાનાર કાર્યક્રમ જાગૃતિ કાર્યક્રમમાં ડોકટરો રોગમુકત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપી માહિતગાર કરશે. લોકોને ફુડ ઇઝ મેડીસીન (આહાર એજ ઔષધ) અંગેનો હેતુ સમજાવવામાં આવશે. ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્‍માનીત કરાશે.

તસ્‍વીરમાં ડો.રસીલા પટેલ, ડો.ક્રિષ્‍ના કતિરા ડો.પ્રિન્‍સી ભટૃી, પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલ નજરે પડે છે. (તસ્‍વીરઃઅશોક બગથરીયા)

(4:15 PM IST)