News of Saturday, 16th November 2024
ડીવાઇડર, અન્ડર-ઓવરબ્રીજો બન્યા કલરફુલ
સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અંતર્ગત મનપા દ્વારા રાજકોટમાં કામગીરીનો ધમધમાટ

રાજકોટ તા.૧૬: ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ તથા રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખા દ્વારા લગત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના ઝોન વાઈઝ મેઈન રોડ પર બાંધકામ શાખા દ્વારા ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ જેવી કામગીરી કરવામાં આવે છે. શહેરમાં આવેલ અન્ડરબ્રિજ/ઓવરબ્રિજની વોલ પર વિવિધ થીમ બેઇઝ પેઇન્ટિંગ કરવામાં આવે છે. બી.આર.ટી.એસ. રૂટ પર રેલીંગને પ્રાઈમર કલર કામ કરવામાં આવેલ છે.સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં સીટી બ્યુટીફીકેશન અન્વયે મેઈન રોડની સાફ-સફાઈની કામગીરી કરવામાં આવેલ છે. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ડીવાઈડરને કલરકામ અને થર્મોપ્લાસ્ટ વડે રસ્તા પર સાઈડમાં સફેદ
(4:44 PM IST)










