News of Saturday, 16th November 2024
વિદેશી દારૂના ગુનામાં સામેલ તોફીક ઉર્ફે તોફલો પાસામાં ધકેલાયો
પીસીબીના પી.એસ.આઇ. એમ.જે. હુણ તથા ટીમે વોરંટની બજવણી કરી અમદાવાદ જેલહવાલે કર્યો

રાજકોટ તા.૧૭: શહેરના અલગ-અલગ વિસ્તારમાં વિદરેી દારુના જથ્થા સાથે પકડાયેલા શખ્સને પાસામાં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ શહેરના ક્રાઇમબ્રાંચ, તાલુકા, આજીડેમ, થોરાળા અને બી ડીવીઝન પોલીસ મથકમાં કબ્જે થયેલા વિદેશી દારૂના છ ગુનામાં સામેલ તોફીક ઉર્ફે તોફલો મહંમદભાઇ સંધાર (ઉ.વ.૨૭) (રહે. હનુમાન મઢી પાછળ હીરામણનગર શેરી નં.૩માં)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા તથા પીએસઆઇ એમ. જે. હુણ સહિતે દરખાસ્ત કરતા પોલીસ કમીશ્નરશ્રી બ્રજેશ ઝાએ વોરન્ટ ઇસ્યુ કરતા પીસીબી શાખાના પીએસઆઇ એમ.જે. હુણ સહિતનાએ સ્ટાફે તોફીક ઉર્ફે તોફલો મહમદભાઇ સંઘારને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલહવાલે કરી દેવાયો હતો.
(4:34 PM IST)










