News of Saturday, 16th November 2024
‘રસોઇ બનાવતા આવડતી નથી અમારા ઘરને લાયક નથી' કહી રીધ્ધી જેઠવાને ત્રાસ
પ્રજાપતિનગરમાં રીસામણે આવેલી પરિણીતાની ગોંડલ રહેતા પતિ દર્શન, સસરા દિલીપભાઇ તથા નણંદ દીપ્તીબેન વાઢેર સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૭: પેડક રોડ પર પ્રજાપતિ નગરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને રસોઇ બાબતે મેણા ટોણા મારી તુ અમારા ઘરને લાયક નથી કહી ગોંડલમાં રહેતા પતિ, સસરા, અને નણંદ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ પ્રજા પતીનગરમાં માતા -પિતા સાથે રહેતી રીધ્ધી દર્શનભાઇ જેઠવા (ઉ.વ. ૨૮) એ મહિલા પોલીસ મથકમાંગોંડલના ભોજપરામાં હવેલી વાળી શેરીમાં રહેતો પતિ દર્શન ઉર્ફે કાનો દીલીપભાઇ જેઠવા, સસરા દીલીપભાઇ હેંમતભાઇ જેઠવા અને અમદાવાદ મણીપુર ધુમાગામમાં રહેતી નણંદ દિપ્તીબેન અક્ષયભાઇ વાઢેર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાના નવેક વર્ષ પહેલા ગોંડલના દર્શન ઉર્ફે કાનો જેઠવા સાથે થયા હતા. લગ્ન પોતે ગોંડલમાં પતિમાં પતિ સાથે સંયુકત પરિવાર સાથે રહેતી હતી. લગ્નબાદ પતિ સાસરીયાઓએ પોતાને એક વર્ષ સારી રીતે રાખેલ બાદ કોરોના કાળમાં સાસુનું અવસાન બાદ પોતાને પતિ સાથે દીકરીને રાખવા બાબતે અવારનવાર ઝધડા થતા હતા અને પતિ કહેતા કે તને રસોઇ બનાવતા આવડતી નથી કહી ઝધડો કરતો હતા. અને સસરા ઘરનો વહીવટ કરતા હોઇ જેથી પોતે ઘરનો ખર્ચ આપતા નહી અને કહેતા કે તમે અલગ રહેવા જતા રહો અને પોતાના વિરૂધ્ધ પતિને ચઢામણી કરતા અને પોતાના પિતાને નાનીનાની વાતમાં બોલાવતા હતા. અને મેણા ટોણા મારતા હતા. નણંદ અવારનવાર ઘરે આવે ત્યારેપતિ અને સસરાને કહેતા કે હું એમના ઘરને લાયક નથી. અને પતિને પોતાના વિરૂધ્ધમાં ચઢામણી કરતા હોય છે. પતિ અવાર-નવાર મારકુટ કરતો હતો. અને પતિ પ્રસંગમાં અને ફરવા જાય ત્યારે દારૂ પી ને ઝઘડો કરી પોતાના પર શંકા કુશંકા કરી પોતાની સાથે ઝઘડો કરતો. પોતાના ઘરમાં રાખેલા કેમેરામાં બધુ રેકોર્ડ થતુ અને સાસરીયાઓ કહેતા અમારી પાસે બધુ પ્રુફ છે' અને તમારે જે કરવુ હોય તેમ કરો' અને પોતાને સરખી રીતે રહેવા દેતા નહી. અને અવાર-નવાર છુટાછેડા આપી દેવા માટે કહેતા હતા. પોતે રાજકોટ માવતરે આવ્યા બાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્સ. એ.ડી. રેથડીયાએ તપાસ હાથધરી છે.
(4:36 PM IST)










