News of Saturday, 16th November 2024
રાજકોટમા ભાજપના સાંસદ રામભાઈ મોકરીયાએ ખોલી પુરવઠા વિભાગની પોલ : સસ્તા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ રાજકોટ જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં તડાફડી
સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના નમૂના આપીને અનાજની ગુણવત્તા તપાસવા કરી માગ : જુદી જુદી સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલકેટરને સોંપ્યા : ઘઉં, ચોખા, દાળ, ચણાની ઓછી ગુણવત્તા, જીવાત હોવાનું આવ્યું સામે: સારા અનાજનું વિતરણ કરવા અને તપાસ કરી રિપોર્ટ સોંપવા કરી માગ

રાજકોટ તા.૧૬ :ભાજપના સાંસદ રામભાઈ મોકરીયાએ ખુદ પુરવઠા વિભાગની પોલ ખોલતા સરકારી તંત્રમાં હડકંપ મચી ગયો છે. રામ મોકરીયાએ સસ્તા અનાજમાં ભેળસેળ થતી હોવાનો પર્દાફાશ કર્યો છે
સસ્તા અનાજમાં થતી ભેળસેળનો પર્દાફાશ
ભાજપના સાંસદ રામ મોકરીયાએ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં જ પુરવઠા વિભાગની પોલ ખોલી નાખતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં સન્નાટો પ્રસરી ગયો હતો. રામભાઈ મોકરીયાએ ગરીબોને અપાતા સરકારી સસ્તા અનાજમાં થતી ભેળસેળનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટરની પુરવઠા બેઠકમાં તડાફડી મચી હતી.
સસ્તા અનાજના નમૂના આપ્યા હતા
જિલ્લા કલેક્ટરની બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા હતા અને અનાજની ગુણવત્તા તપાસવા માગ કરી હતી. રામભાઇએ જુદી જુદી સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપ્યા હતા.
ઓછી ગુણવત્તા હોવાનું તથા તેમાં જીવાત હોવાનો પર્દાફાશ
સાંસદે આપેલા નમુનામાં ઘઉં, ચોખા, દાળ, ચણાની ઓછી ગુણવત્તા હોવાનું તથા તેમાં જીવાત હોવાનું સામે આવ્યું હતું. તેમણે સારા અનાજનું વિતરણ કરવા અને તપાસ કરી રિપોર્ટ સોંપવા માગ કરી હતી.
(5:25 PM IST)










