<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

નાગરિક બેંક ચૂંટણીઃ રાજકોટમાં ૧૯૬માંથી ૧૬૦ મતો પડ્યાઃ બહારગામના કેન્‍દ્રોનું મતદાન પૂર્ણ સહકાર પેનલ અને સંસ્‍કાર પેનલ વચ્‍ચે જંગઃ જીતના દાવાઃ ૧૯મીએ મત ગણતરી

રાજકોટઃ તા. ૧૭ : નાગરિક બેન્‍કની  ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ ૩ કલાકમાં બહારગામના કેન્‍દ્રોનું સંપૂર્ણ મતદાન થઇ ગયું છે. જયારે રાજકોટમાં કુલ ૧૯૬મ઼ાથી ૧૬૦ મતો પડાયા છે.
સહકારીક્ષેત્રમાં ભારે ચર્ચાસ્‍પદ બનેલી આ ચૂંટણી  શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે કલેકટર તંત્ર  દ્વારા રાજકોટ સહિત સાત સ્‍થળે મતદાન યોજાનાર હોય સુરત અને મુંબઈના મતદાન મથકો પર ફરજ માટે મૂકાયેલા સ્‍ટાફને મતપેટીઓ સાથે ફરજના સ્‍થળે શુક્રવારે  જવા રવાના થયા હતા,  ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સાતેય મતદાન મથકો પર વેબ કાસ્‍ટિંગ-વીડિયો રેર્કોડિંગની વ્‍યવસ્‍થા ચૂંટણીતંત્ર દ્વારા ગોઠવાઈ છે.
સુરત અને મુંબઈ માટે મતપેટીઓ સાથે સ્‍ટાફને રવાના કર્યા બાદ હવે, રાજકોટ, જસદણ. જેતપુર, અમદાવાદ, મોરબી સહિતના સ્‍થળો પર મતપેટી સાથે સ્‍ટાફને ગઇકાલે બપોરે મોકલવામાં આવ્‍યા હતા.  આજે રવિવારે સવારે ૮ થી બપોરે ૪ વાગ્‍યા સુધી મતદાન માટે અને તા.૧૯મીએ મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે. દરેક મતદાન મથકો ઉપર પોલીસનો પણ પૂરતો બંદોબસ્‍ત ગોઠવવાનું આયોજન ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવ્‍યું છે. રાજકોટમાં કુલ ૧૯૬ મતદારો  છે, કુલ ૩૩ર મતદારો મતદાન કરશે, બંને પેનલોએ જીતના દાવા કર્યા છે.
કુલ ૩ લાખ ૩૭ હજાર સભાસદો છે, તેમના પ્રતિનિધિ તરીકે ૩૩ર મતદારો મતદાન કરશે. ચૂંટણીમાં સહકાર પેનલના ૬ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, સહકાર પેનલનું ચૂંટણી ચિન્‍હ સફરજન તો સંસ્‍કાર પેનલનું ચિન્‍હ માઇક અપાયું છે, દરેક મતદાન મથકો ઉપર નાયબ મામલતદાર ફરજ ઉપર મૂકાયા છે, રાજકોટમાં નાગરીક બેંક હેડ ઓફીસ ખાતે મતદાન યોજાઇ રહ્યું છે.

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં આજે નાગરિક બેંકના મુખ્‍ય મથક ખાતે મતદાર ચાલી રહ્યું છે ત્‍યારે આ મતદાન સમયે ધારાસભ્‍ય ઉદય કાનગડ, સ્‍ટેન્‍ડીંગ જયમીન ઠાકર, પૂર્વ ડે. મેયર વલ્‍લભભાઇ દુધાત્રા, સંસ્‍કાર પેનલના પ્રણેતા કલ્‍પકભાઇ મણીયાર સાથે ભાવ્‍યેશ વોરા, કાળુમામા, પંકજભાઇ કોઠારી સહિતના ઉમેદાવારો તથા મતદાર કરતા ડેલીગેટસો તથા સંઘના આગેવાનો તસ્‍વીરમાં દર્શાય છે.

 

(12:23 PM IST)