<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

સંસ્‍કાર પેનલના પ્રણેતા કલ્‍પકભાઇએ કર્યુ મતદાનઃ જીતનો વિશ્‍વાસ દર્શાવ્‍યો

સત્‍ય પરેશાન થાય પણ પરાજીત કયારેય નહીઃ વિબોધ દોશી

રાજકોટઃ સંસ્કાર પેનલના પ્રણેતા શ્રી કલ્પક ભાઈ મણિઆર મતદાત  કરતા જણાય છે. રાજકોટ  શહેરના 196 મતદારો માંથી આ લખાય છે. ત્યારે 155 ઉપરના મતદારોએ મતદાન કરી દીધું છે. મતદાન પૂર્ણ થવાનો સમય સાંજે ૪-૦૦ નો છે. આમ છતા 75% થી ઉપરનુ ભારે મતદાન સવારના ભાગમાં જ થઈ ગયેલ છે. અત્યારે 12:30 કલાકે મતદારો આવી રહેલ છે. મતદાનની ટકાવારી 90% થી પણ વધારે થવાની શક્યતા જણાય છે.
સંસ્કાર પેનલના કો-ઓડીનેટર શ્રી વિબોધ દોશી એ જણાયુ છે. કે અમારા તમામ 11 ઉમેદવારો મતદાન મથક પર સતત ઉપસ્થિત છે. ગુપ્ત મતદાન હોવાથી અમારી પેનલનાં કૌભાંડ મુક્ત બેન્ક બનાવવાના અભ્યાનને મતપેટીમાંથી પણ ખુબ સારો આવકાર મળશે તેવો વિશ્વાસ છે. અમોને કમિટમેન્ટ આપ્યા મુજબ જે તે મતદારો સમય સર પહોંચી ગયા છે. જે અમારા માટે અનંદ અને ઉત્સાહ વર્ધક છે.  શ્રી વિબોધ દોશીએ જણાવ્યું છે કે સત્ય પરેશાન થાય પરંતુ પરાજીત ક્યારેય નો થાય.

 

(12:57 PM IST)