<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

રાજકોટ નાગરિક બેંક ચૂંટણીઃ રાજકોટમાં ૧૯૬માંથી ૧૮૬ સભ્‍યોનું બપોરે ૧.૩૦ વાગ્‍યા સુધીમાં મતદાન

રાજકોટઃ તા. ૧૭ : નાગરિક બેન્‍કની  ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે. બપોરે ૧.૩૦ વાગ્‍યા સુધીમાં ૧૮૬ સભ્‍યોનું મતદાન થઇ ચુકયું છે. આ ચૂંટણીમાં રાજકોટમાં કુલ ૧૯૬ મતદારો નોંધાયેલા છે. બહારગામના કેન્‍દ્રોનું મતદાન વહેલુ સમાપ્‍ત થઇ ચુક્યું છે. બપોરે ૪ વાગ્‍યા સુધી નાગરિક બેન્‍ક હેડકવાર્ટર ખાતે મતદાન યોજાવાનું  છે.

સહકારીક્ષેત્રમાં ભારે ચર્ચાસ્‍પદ બનેલી આ ચૂંટણી  શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે કલેકટર તંત્ર  દ્વારા રાજકોટ સહિત સાત સ્‍થળે મતદાન યોજાનાર હોય સુરત અને મુંબઈના મતદાન મથકો પર ફરજ માટે મૂકાયેલા સ્‍ટાફને મતપેટીઓ સાથે ફરજના સ્‍થળે શુક્રવારે  જવા રવાના થયા હતા,  ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સાતેય મતદાન મથકો પર વેબ કાસ્‍ટિંગ-વીડિયો રેર્કોડિંગની વ્‍યવસ્‍થા ચૂંટણીતંત્ર દ્વારા ગોઠવાઈ છે.

સુરત અને મુંબઈ માટે મતપેટીઓ સાથે સ્‍ટાફને રવાના કર્યા બાદ હવે, રાજકોટ, જસદણ. જેતપુર, અમદાવાદ, મોરબી સહિતના સ્‍થળો પર મતપેટી સાથે સ્‍ટાફને ગઇકાલે બપોરે મોકલવામાં આવ્‍યા હતા.  આજે રવિવારે સવારે ૮ થી બપોરે ૪ વાગ્‍યા સુધી મતદાન માટે અને તા.૧૯મીએ મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે. દરેક મતદાન મથકો ઉપર પોલીસનો પણ પૂરતો બંદોબસ્‍ત ગોઠવવાનું આયોજન ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવ્‍યું છે. રાજકોટમાં કુલ ૧૯૬ મતદારો  છે, કુલ ૩૩ર મતદારો મતદાન કરશે, બંને પેનલોએ જીતના દાવા કર્યા છે.

કુલ ૩ લાખ ૩૭ હજાર સભાસદો છે, તેમના પ્રતિનિધિ તરીકે ૩૩ર મતદારો મતદાન કરશે. ચૂંટણીમાં સહકાર પેનલના ૬ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, સહકાર પેનલનું ચૂંટણી ચિન્‍હ સફરજન તો સંસ્‍કાર પેનલનું ચિન્‍હ માઇક અપાયું છે, દરેક મતદાન મથકો ઉપર નાયબ મામલતદાર ફરજ ઉપર મૂકાયા છે, રાજકોટમાં નાગરીક બેંક હેડ ઓફીસ ખાતે મતદાન યોજાઇ રહ્યું છે.

(1:46 PM IST)