તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 17th November 2024
વાહન અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ: પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન

રાજકોટઃ પોલીસ હેડક્વાર્ટર,વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના સ્વજનોની હાજરીમાં વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિતે "શ્રદ્ધાંજલિ દિવસ”નું આયોજન કરવામાં આવેલ અને આ પ્રસંગે ટ્રાફિક શાખાના જે.બી.ગઢવી તથા પીઆઇ એમ. ડી. ગઢવી, આઈ.એન.સાવલિયા, એસ.આર.મેઘાણી, એસ.એન.રાઠોડ તથા આર.ટી.ઓ ઇન્સપેકટર ખપેડ નિવૃત આર.ટી.ઓ.ઇન્સપેક્ટર શાહ તથા ટ્રાફિક શાખાના તમામ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા બ્રમ્હાકુમારી સંસ્થાના રેખાદીદી તથા ૧૦૮ની ટીમ હાજર રહ્યા હતાં. ઉપરોક્ત તમામ લોકોની હાજરીમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનુ મૌન પાળી ભાવપૂર્ણ શ્રધાજલી આપવામાં આવી હતી તેમજ રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને હિટ એન્ડ રન સ્કિમ તેમજ ગુડ સમ રીટન સ્કિમ વાઈઝ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ રોડ અકસ્માતના બનાવો ઓછા બને તે માટે ટ્રાફિક નિયમનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી. ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની રાહબરી હેઠળ તથા ડીસીપી.ટ્રાફિક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
(7:12 PM IST)










