News of Monday, 18th November 2024
જે. આર. ગ્રુપ દ્વારા જલારામ જયંતિની ઉજવણીઃ ભાવિકોએ આરતી-મહાપ્રસાદનો લાભ લીધો
ગોલોક ગ્રીન્સ ફાર્મ હાઉસ ખાતે જલાબાપાનું મંદિર બનાવાયું: નિમિષભાઇ ગણાત્રા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતી

રાજકોટ : જે આર ગ્રુપના રમેશભાઈ ધામેચા અને એડવોકેટ જયભારત ધામેચા દ્વારા શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતી નિમિત્તે કાલાવડ રોડ પર :ગોલોક ગ્રીન્સ ફાર્મહાઉસ ખાતે જલારામ બાપાના ભક્તો, તોહીજનો મિત્ર-વર્તુળ તેમજ આમંત્રિત મહેમાનો માટે મહા-આરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં જલારામ ભક્તોએ મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગોલોક ગ્રીન્સ ફાર્મ હાઉસમાં શ્રી જલારામ બાપાનુ દિવ્ય મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય જલારામબાપા, પૂજ્ય વીરબાઈ માતા તેમ જ બાપાના ચરણસ્પર્શ કરવા માટે બાપાની ચરણ-પાદુકા પધરાવવામાં આવ્યા હતા જે તમામ જલારામ ભક્તોની મુખ્ય લાગણીનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે અકિલાના એક્ઝિકયુટિવ એડિટર અને વેબએડીશનના એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા ખાસ ઉપસ્થિત રહી બાપાના દર્શનનો લાભ લીધો હતો.
રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, સંપત્તિ ટાઈમ્સના તંત્રી રાજેશભાઈ દત્તાણી તથા હિમાંશુભાઈ, પ્રભાતભાઈ સિંધવ, ડી.એમ.એલ ગ્રુપના હરીશભાઈ લાખાણી, ઇગલ ટ્રાવેલ્સના દિનેશભાઈ બાવરીયા, બ્રિજરાજસિંહ ઝાલા, ડો.કમલ પરીખ, ગીરીરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. મયંક ઠક્કર, ડો. દર્શિત મપારા, ડો. તત્સ જોષી, એડવોકેટ નલિન આહિયા, અજય ઠકરાર, હિતેશભાઈ પોપટ, આર્કિટેક્ટ નિલેશભાઈ ભોજાણી, ગોંડલ લોહાણા સમાજના અગ્રણી રમેશભાઈ કારીયા, એડવોકેટ મુનાવરખાન પઠાણ, અમર એસ્ટેટ એજન્સીના આશિષ ઉનડકટ, કામધેનુ ઙ્કોપર્ટીઝના મેહુલ નથવાણી, લાભ ટ્રેડર્સના અજય ખીમાણી, પિયુષ ખીમાણી, તલાટી મંત્રી એસોસિએશનના પૂર્વ ઙ્કમુખ હરદાસભાઇ ડાંગર, જી.ઇ.બીના પૂર્વ એન્જિનિયર અઢિયા સાહેબ, કીર્તિરાજસિંહ ઝાલા, રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટના પ્રમુખ નીલેશ સુરાણી, ભરતભાઈ વાગડીયા, હિતેશભાઈ કારીયા, દિપકભાઈ ચંદારાણા, અતુલ જાગાણી, પિયુષ પુંજાણી, કેતન બાવીસી, કમલેશભાઈ કાનાબાર, પરિન ચગ, ઘનશ્યામ જાડેજા, ગોપાલ કક્કડ, કુલદીપ ચૌહાણ, રોનક કારીયા, રમેશ ગરધરીયા, મુકેશ દતાણી એડવોકેટ નાનાલાલ માકડીયા, જીગ્નેશ ચોટાઈ, પ્રમિત પટેલ, પ્રગ્નેશ પટેલ, ગિરીશ લાખાણી, કોર્પોરેશનના પૂર્વ એન્જિનિયર જે.વી. હેરમાં, મયુર હેરમાં સહિતનાઓએ સહ-પરિવાર પૂજ્ય જલારામ બાપાની મહા-આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.
(10:12 AM IST)










