News of Monday, 18th November 2024
હિમાલય સોસાયટીમાં માવતરે આવેલી અવધી બેનને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત
દોઢ માસથી નડીયાદથી રાજકોટ રોકાવા આવ્યા' તાઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૮: દોઢસોફૂટ રીંગ રોડ પર ઉમીયા ચોક પાસે હિમાલય સોસાયટીમાં માવતરના ઘરે રોકાવા આવેલી નડીયાદની મહિલાને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિજત મુજબ દોઢસો ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે હિમાલય સોસાયટીમાં માવતરના ઘરે રોકાવા માટે આવેલા અવધીબેન જયેશભાઇ વાજા (ઉ.૨૮) ગઇકાલે ઘરે હતા ત્યારે તેને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાઇ થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું મૃતક અવધીબેન નડીયાદમાં સાસરીયુ ઘરાવતા હતા તે એકભાઇ અને એક બહેનમાં નાના હતા. પતિ જયેશભાઇ નડીયાદમાં ફાસ્ટ ફૂડનો વેપાર કરે છે. તે દોઢેક માસથી રાજકોટ માવતરના ઘરે રોકાવા માટે આવ્યા હતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
(12:23 PM IST)










