<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ગ્રામ દેવતા સ્‍વયંભુ રામનાથ મહાદેવ મંદિર પરિેસર પ્રત્‍યે સતતભારે ઉદાસીનતા :સ્‍લેબ સમારકામની રાહ જોઇ રહયો છે!

 

રાજકોટઃ શહેરમાં આજી નદીના કાંઠે બીરાજમાન ગ્રામ દેવતા સ્‍વયંભુ રામનાથ મહાદેવ મંદિર પરિસર પ્રત્‍યે મનપા શાસકોની ઉદાસીનતાનો વધુ એક પુરાવો સામે આવ્‍યો છે.સાતમ-આઠમ ઉપર પડેલ ભારે વરસાદથી સીમેન્‍ટનો સ્‍લેબ તુટી ગયો હતો.ગ્રામ દેવતા હોવા છતાં મનપા આસપાસની ગંદકી કે ગટરના પાણી રોકવા વર્ષાેથીઅસર્મથ છે અને આજી રીવર ફ્રન્‍ટ યોજના હેઠળ પણ સ્‍વયંભુ રામનાથ મહાદેવ પરિસરના નવીનીકરણમાં પણ કશું કરી શકી નથી ત્‍યારે ૨૪ કલાકમાં સમારકામનું વચન આપનાર તંત્ર વાહકો ૯૦-૯૦ દિવસ થયે પણ પગલા નથી લઇ શક્‍યા.લાખો લોકોની આસ્‍થાનું કેન્‍દ્ર એવા સ્‍વયંભુ રામનાથ મહાદેવ મંદિર પરિસરની ઉપેક્ષા કરાઇ રહી છે.અનેકવાર સમારકામ મુદે રજૂઆત થઇ હોવા છતાં શાસકો દ્રારા રિપેરીંગ ન કરાતા  ભાવિકોમાં સ્‍વાભાવિક ભારે રોષ દર્શાઇ રહ્યો છે.(અશોક બગથરીયા)

(1:17 PM IST)