<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

સહેલી લેડીઝ કલબ દ્વારા બહેનો માટે ટોકન દરે બ્‍યુટીપાર્લરના વર્ગો

રાજકોટ તા. ૧૮ : સહેલી લેડીઝ કલબ દ્વારા બહેનો માટે ફરી એક વખત ટોકન દરે બ્‍યુટીપાર્લરના વર્ગોનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલબના બહેનોએ જણાવ્‍યુ હતુ કે ૨૧ નવેમ્‍બરથી પ દિવસ માટેના આ વર્ગો ચાલશે. (૧) બેઝીક પાર્લરનો કોર્ષ- પ દિવસ, (ર) નેઇલ આર્ટ- ર દિવસ, (૩) સેલ્‍ફ મેકઅપ/ હેર સ્‍ટાઇલ - ર દિવસ (૪) હેર કટીંગ - ૩ દિવસ, (૫) મહેંદી કલાસીસ - પ દિવસ. કલાસીસનો સમય બપોરે ૩ થી ૭ નો રહેશે. જેમાં દરેક કલાસીસ ૧ કલાકનો રહેશે. ટોકન ફી ફકત રૂ.૧૫૦ રાખેલ છે.

કોઇપણ બહેનો જોડાઇ શકશે. બ્‍યુટીપાર્લરના કલાસ કરનાર બહેનોને કુકીંગ કલાસ ફ્રી કરાવાશે. તેમજ કુકીંગ કલાસ કરનાર બહેને સરકાર તરફથી મળવાપાત્ર સ્‍ટાઇટેન્‍ડ (રૂ.૫૦૦) અપાશે.

કલાસીસનું સ્‍થળ રૈયા ચોકડી પાસે , નાણાવટી ચોક ખાતે છે. કલાસીસમાં જોડાનારે કોઇ વસ્‍તુ પણ લેવાની થતી નથી. તમામ સામગી્ર ટયુટર આપશે. આ કલાસીસને સફળ બનાવવા કલબના પ્રમુખ જીતા દતાણી, ઉપપ્રમુખ સુનિતા પઢીયાર, મંત્રી જલ્‍પા દત્તાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહીતી માટે મો.૯૯૨૪૭ ૫૩૭૨૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સહેલી લેડીઝ કલબના બહેનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:51 PM IST)