News of Monday, 18th November 2024
ભાજપ સરકારમાં કાયદો વ્યવસ્થા ચિથરેહાલઃ ડેપ્યુટી મેયર ઉપર ટપોરીઓ હુમલો કરે તો સામાન્ય જનતાના હાલ શું હશે ?
પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર પ્રમુખ અતુલ રાજાણીનો વેધક પ્રશ્ન : ભાજપ સરકારમાં છુટથી વેચાતા નશીલા પદાર્થો અને નશિલા ગુન્હેગારો જ ગુન્હોનુ મુળ છતાં પોલીસ તંત્ર દારૂ, જુગાર, સટ્ટાના મોટા માથાઓને ધંધામા સેઈફ પેસ કરી આપવામાં, આગંડીયા પેઢીઓની આસપાસ વોચ ગોઠવી મલાઈ તારવવામા વ્યસ્ત

રાજકોટ, તા., ૧૮: ગઇરાત્રે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) અને તેના ભાઇ પર હુમલો થયાના સમાચાર સપાટી પર આવ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર પ્રમુખ અતુલ રાજાણીએ કાયદો વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અંગે વેધક મુદ્દા ઉઠાવ્યા છે.
લેખીતમાં રજુઆતમાં જણાવાયું છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની નિષ્ક્રિયતા અને તાજેતરમા એ ડીવીઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા રૂા.૩૦ લાખ તોડ કર્યાની ઘટના ? યુની. પોલીસ સ્ટેશનમા થયેલ એસીબીની ટ્રેપ અને માલવીયા પોલીસ સ્ટેશનના મહીલા પીએસઆઇ દ્વારા સામાન્ય અરજી બાબતે કરવામા આવેલ લાંચ ની માંગણી ની વાયરલ થયેલ ઓડીયો ક્લીપ, કુવાડવા અને એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત સમગ્ર શહેરમા બેફામ બની ટ્રાફિક ના નિયમોને નેવે મૂકી પોલીસની હપ્તા વસુલીથી ચાલતા ડમ્પરો, શહેરમા ચાલતા ઈંગ્લીસ તેમજ દેશી દારુના ખુલ્લેઆમ વેચાણ ની જનતા રેડ થાય પણ પોલીસની રેડ નો થાય અને કયારેક થાય તો પણ ગોઠવણથી નામ પૂરતી જ થાય જેમા પણ નક્કર કામગીરી ઓછી અને દેખાડો જાજો એવા ઘાટ સર્જાયો છે.
શહેર નુ આખુ પોલીસ તંત્ર ભાજપના માનીતા આકાઓના હુકમ ની તામિલ કરવામા વ્યસ્ત હોવા છતા રાજકોટ શહેર મા કાયદો વ્યવસ્થા ની સ્થિતી કેટલી ચિંથરે હાલ છે તે ગઈ કાલે મોડી રાત્રે જ શહેરના ડેપ્યુટી મેયર કક્ષાના પદાધીકારી ઉપર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ટપોરી દ્વારા સામાન્ય બાબતે કરવામા આવેલ જીવલેણ હુમલો દર્શાવે છે. રાજકોટ શહેરમા ટપોરીઓનુ રાજ કે કાયદાનુ રાજ છે તે મોટો પ્રશ્ન છે. શહેરમા ચાલતા દારૂ-જુગાર સટ્ટાના ઉઘરાણીના હવાલા મા વ્યસ્ત રહેતુ પોલીસ તંત્ર શહેર મા બેફામ બનેલા ટપોરીયો લુખ્ખાઓ સટોડીયા દારુ તેમજ નશિલા પદાર્થો નુ સેવન અને વેચાણ કરનારાઓ ઉપર કાબુ મેળવે અને શહેર મા કાયદાનુ રાજ સ્થાપે તેવી શહેર ની જનતા ની માંગ ઉઠી છે. સાઈબર સેલ પણ ગુન્હાઓ ઉકેલવા કરતા ઉલજાવી ભોળી જનતાના બેન્ક એકાઉન્ટ સિઝ કરી વારંવાર ધક્કા જ ખવડાવે છે ખરેખર ગે.કા.હવાલા વ્યવારને અટકાવા ને બદલે હવાલા સુલટાવી તગડી વસુલાતો થઈ રહી છે. પ્રજાના ટેક્ષના પૈસાથી ચુકવાતા લાખોરુપીયાનો પગાર અને નોકર-ચાકર બંગલાઓ ગાડીઓ સહીતની વૈભવી સુવિધાઓ ભોગવતા શહેર મા ફરજ બજાવતા ૧-ડઝન જેટલા ઉંચ્ચ પોલીસ અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડી નિયમિત- નિયમ અનુસાર અને નિષ્ઠા પુર્વક ફીલ્ડમા નિકળશે તો જ કાયદો વ્યવસ્થા ઉપર કાબુ મેળવી શકાશે અને શહેરમા છાશવારે નાની બાબતોમા થતા ટપોરીઓના ગુન્હાઓ, દારૂ-જુગાર અને નશીલા પદાર્થોના બેફામ વેચાણના ધંધાઓ બંધ થશે.
અધિકારીઆ પોલીસ સ્ટેશનોનું નિયમિત અને સરપ્રાઇઝ ચેકિંગકરશે તો નિચે સુધી વ્યાપેલો ભ્રષ્ટાચાર અંકુશમાં આવશે, પ્રજાના જાનમાલની સલામતી માટે અને ગુન્હાખોરી ની નાબુદી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવય તે ખૂબ જરરી છે. પોલીસ અધિકારીઓ પોલીસ તંત્રની કામગીરીને પ્રજાભિમુખ બનાવે તેવી લોકમાંગ ઉઠી હોવાનું અંતમાં ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીએ જણાવ્યું છે.
રકતદાતાઓ રપ૦૦૦ બોટલ રકત આપશે
રાજકોટનાં જામનગર રોડ, રામપર ખાતે નિરાધાર, નિઃસંતાન વળદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો ૭ બિલ્ડીંગ, ૧૧ માળ અને ૧૪૦૦ રૂમનો વળદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂ.૩૦૦ કરોડના ખર્ચે વળદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વળદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ છે. જે કોઈ આર્થિક- સામાજિક શ્રમદાન આપ્યું છે તેને વળદ્ધાશ્રમમાં જે વડીલો આશરો લે તેમના અંતરથી આશીર્વાદ મળે અને દરેક ઓરડામાં ખાલીપો નહિ પણ રાજીપો વ્યક્ત થાય તેવા શુભ ભાવથી આ વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
સદભાવના વળદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક ૅમાનસ સદભાવનાઁ રામકથા નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ(વિનય જસાણી)નાં સહયોગથી તા.૨૩, નવેમ્બર, શનીવારના રોજ પોથીયાત્રા દરમ્યાન બપોરે ૩-૦૦ થી સાંજે ૭-૦૦ કલાક સુધી, રેસકોર્ષ ગ્રાઉન્ડ,રામકથા સ્થળ, રાજકોટ ખાતે ૨કતદાન કેમ્પ યોજાશે. સમગ્રપણે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલનાં ગરીબ દર્દીઓ, થેલેસેમિયા પીડિત બાળકોનાં લાભાર્થે હજારો બોટલ રક્તદાન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આખા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેંક આમંત્રણ આપી તેમની રક્તદાનની ઝોળી છલકાવવાનો નિમિત્ત, પ્રયાસ છે.
ગુજરાતની તમામ સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા અનોખી સેવા કરવામાં આવશે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પમાં જોડાવવા તેમજ આ પ્રકારના રક્તદાન કેમ્પનું કોઈ ને આયોજન કરવું હોય તો વિનય જસાણી (મો. ૯૪૨૮૨ ૦૦૬૬૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વળક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વળદ્ધાશ્રમનાં લાભાર્થે તા.૨૩ નવેમ્બર-૨૦૨૪ થી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા યોજાનાર છે.
(4:12 PM IST)










