તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
દાસાણી પરિવાર દ્વારા ભાગવત કથા : રમણિકકુંવરબા વૃધ્ધાશ્રમના વૃધ્ધો ભાવવિભોર

જયશ્રી કૃષ્ણ : રાજદીપ કોલ્ડ્રીંકસ એન્ડ આઇસ્ક્રીમવાળા શ્રી ભીખુભાઇ અને શ્રી હરીશભાઇ મનસુખભાઇ દાસાણી પરિવાર દ્વારા તા. ૮ થી ૧૪ નવેમ્બર સુધી અખિલ હિન્દુ મહિલા પરિષદ સંચાલિત શ્રી રમણિકકુંવરબા વૃધ્ધાશ્રમ ગોંડલ રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયેલ. જેના વ્યાસાસને રાણાવાવવાળા શાષાી શ્રી દેવેન્દ્રભાઇ દેવાણી (પપ્પુ મહારાજ) એ બિરાજી સંગીતમય શૈલીમાં કથાશ્રવણ કરાવેલ વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાયા હતા. વૃધ્ધાશ્રમના વડીલો કથાનો લાભ લઇ ભાવ વિભોર બન્યા હતા. આશ્રમના મુખ્ય સંચાલિક પૂર્વ મેયર શ્રીમતી ભાવનાબેન કમલેશભાઇ જોષીપુરા વ્યવસ્થામાં સહયોગી બનેલા તેમણે દાસાણી પરિવારની ઉમદા ભાવનાને બિરદાવી હતી. કથા દરમિયાન ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક મનીષભાઇ રાડિયા શહેર ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા વગેરે આવતા પરિવાર વતી ભીખુભાઇ, હરીશભાઇ, પ્રજ્ઞેશ, દીપ વગેરેએ અંતરના ઉમળકાથી આવકાર્યા હતા.
(3:10 PM IST)










