તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
‘મારા પર કેશ થયો હોઇ તુ મારા નંબર કેમ બીજાને આપે છે' કહી તેજલબેનને પતિ-સાસુનો ત્રાસ
જામનગર રોડ ઘંટેશ્વર રપ વારીયામાં બનાવઃ પતિ ભાવેશ નાથજી અને સાસુ હંસાબેન સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૮: જામનગર રોડ પર ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટરમાં રહેતી મહિલાને નજીવી બાબતે બોલાચાલી કરી મારમારી ત્રાસ આપતા પતિ અને સાસુ સામે ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જામનગર રોડ ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર નં. પ૦૧ માં રહેતા તેજલબેન ચમનભાઇ પરમાર (ઉ.વ.ર૬) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પતિ ભાવેશ લાલજીભાઇ નાથજી અને સાસુ હંસાબેન લાલજીભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. તેજલબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતાના પ્રથમ લગ્ન અરવિંદ શીવાભાઇ મુણીદીયા સાથે થયા હતા. અરવિંદ સાથે છુટાછેડા થયા બાદ પોતે ઘંટેશ્વર રપ વારીયામાં રહેતા ભાવેશ નાથજી (દેવીપૂજક) સાથે ફુલહાર કરી છેલ્લા પાંચ વર્ષથી રહે છે. ભાવેશની માતા હંસાબેન પરિવાર સાથે પોરબંદર રહે છે. પતિ ભાવેશ સાથે અવાર નવાર નાની નાની વાતમાં બોલાચાલી થતા ઝઘડો કરી પોરબંદર જતો રહયો છે. સાસુ પોતાને અવારનવાર ફોન કરી મેણાટોણા મારી કહેલ કે ‘તુ બીમાર હોઇ જેથી બીજા લગ્ન કરવાનું પતિ ભાવેશને કહી ચઢામણી કરતા હોઇ છેલ્લા એક વર્ષથી અવારનવાર હેરાન કર્યા કરે છે. ઘરમાં વસ્તુ પડી હોઇ તેમાં નુકસાન કરે છે અને પોરબંદરથી જયારે રાજકોટ આવે ત્યારે શારીરીક માનસીક ત્રાસ આપે છે. ગઇકાલે રાત્રે પતિ ભાવેશે મને કહેલ કે ‘મારા ઉપર કેસ થયેલહોઇ અને તુ કેમ મારા નંબર બીજાને આપે છે' કહી બોલાચાલી કરી પોતાને ચાર ઝાપટ મારતા પોતાને લાગી આવતા પોતે ઘંઉમાં નાખવાની ટીકડી પી લીધી હતી. પોતાને ઉલ્ટી થતા પોતાની માતા કમુબેને ૧૦૮ મારફતે પોતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પતિ અને સાસુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા એસીપી રાધીકા ભારાઇએ તપાસ હાથધરી હતી.
(4:16 PM IST)










