News of Monday, 18th November 2024
લક્ષ્મીનગર વિસ્તારવાસીઓને ખાડા-ખબચડામાંથી મુકિત
વોર્ડ નં. ૧૩ માં એકશન પ્લાન કામ હેઠળ શરૂ ૧ કરોડના ખર્ચે ડામર કામનો પ્રારંભઃ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ તા. ૧૮: મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧૩ માં લક્ષ્મીનગર મેઇન રોડ પર એકશન પ્લાન હેઠળ રૂા. ૧ કરોડના ખર્ચે ડામર કરવાના કામનું ખાતમુહુર્ત વિધાનસભા-૭૦ ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર અને હાઉસીંગ કમિટી ચેરમેન નીતિનભાઇ રામાણી, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરટર અને બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, કોર્પોરેટર જયાબેન ડાંગર, વોર્ડ નં. ૧૩ ના પ્રમુખ કેતનભાઇ વાછાણી, મહામંત્રી ભરતભાઇ સવસેટા, નરસિંહભાઇ પટોળીયા, પૂર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગર, વોર્ડ અગ્રણી શૈલેશભાઇ ડાંગર, જીતુભાઇ સેલારા, રોહિતભાઇ બોળીયા, રાજભાઇ ઝાલા, પ્રવિણભાઇ રાઠોડ, પ્રફુલભાઇ મારડીયા, ગોપાલભાઇ વિસપરા, વિરલભાઇ રાઠોડ, રાજુભાઇ વાજા, પ્રફુલભાઇ સાવલિયા, સુનીલભાઇ ડોડીયા, રૂપેશભાઇ મકવાણા, હિમતભાઇ ભટ્ટી, કિશનભાઇ વિસપરા, દીપકભાઇ વાઘેલા, દિલીપભાઇ વિસપરા, નયનાબેન ગોહેલ, જયોતિબેન પંડયા ઉપસ્થિત રહેલ.
વોર્ડ નં. ૧૩ માં આનંદ બંગલા ચોકથી મહાદેવવાડી મેઇનરોડ સુધીના રસ્તાનું ડામર કામ થવાથી આસપાસના વિસ્તારના લોકોને ફાયદો થશે અને હાલાકીમાંથી મુકિત મળશે.
(3:30 PM IST)










