<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ઘી કાંટા રોડ પર ઇમીટેશનના વેપારી રજનીકાંતભાઇનું હાર્ટ એટેકથી મોત

ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાં બેભાન હાલતમાં પંકજભાઇનું અને ઉદ્યોગનગરમાં સુરેશભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૮ :.. શહેરના ઘી કાંટા રોડ પર ઇમીટેશનના વેપારીનું તથા ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાં યુવાન બેભાન થયા બાદ મોત નિપજતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ મનહર પ્‍લોટ શેરી નં. ૬ માં રહેતા રજનીકાંતભાઇ ભીખુભાઇ ગાધેશા (ઉ.વ.પ૩) ગઇકાલે સાંજે ઘી કાંટા રોડ પર આવેલી પોતાની જલારામ ઇમીટેશન નામની દુકાને હતાં. ત્‍યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.

મૃતક રજતીકાંતભાઇ   બેભાઇ અને બે બહેનમાં ત્રીજા હતા પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. આ અંગે એ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

જયારે બીજા બનાવમાં એંસીફૂટ રોડ પર હરીદ્વાર શેરીનં. ૧ માં રહેતા પંકજભાઇ માવજીભાઇ પીત્રોડા (ઉ.વ. ૪૭) સવારે પોતે ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ શેરી નં. માં રહેતા પંકજભાઇ રવજીભાઇ પીત્રોડા (ઉ.વ. ૪૭) સવારે પોતે ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ શેરી નં. ૪ માં રોયલ ફેબ્રીકેશન નામના કારખાને સામાન લેવા ગયા હતા ત્‍યારે ત્‍યાં અચાનક બેભાઇ થઇ જતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. મૃતક પંકજભાઇ કુવાડવા રોડ પર લોખંડનું કારખાનું ધરાવતા હતા.પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. આ અંગે એ ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

 જયારે ત્રીજા બનાવમાં લાખાજીરાજ નગર શેરી નં. ૫ માં રહેતા સુરેશભાઇ ટપુભાઇ પરમાર (ઉ.વ. ૩૪) સવારે પોતાનામ ઘરે હતા ત્‍યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં  તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. આ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:39 PM IST)