તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 18th November 2024
ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં બે લાખના વિદેશી દારૂ ભરેલી કાર કબ્જે
ક્રાઇમ બ્રાંચના કોન્સ કૌશીકભાઇ ગઢવી, તુલશીભાઇ ચુડાસમાની બાતમી

રાજકોટ તા. ૧૮: દોઢસો ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ નજીક ધરમનગરમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી રૂા. બે લાખના વિદેશી દારૂ ભરેલી કાર કબ્જે કરી હતી.
મળતી વિગત મુજબ ઓમનગર સર્કલ પાસે ધરમનગર શેરી નં. ર માં વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પડી હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ કૌશીકભાઇ ગઢવી તથા તુલશીભાઇ ચુડાસમાને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી રૂા. ર લાખના વિદેશી દારૂ ભરેલી કાર કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે. આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયા તથા એન.એલ. ડામોરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.કે. મોવલીયા, એ.ઓસ.આઇ. અશોક કલાલ, રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ સંજયભાઇ દાફડા, વિજયસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોંઘારી, કોન્સ. કૌશીકભાઇ ગઢવી, રમેશભાઇ માલકીયા, તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, પ્રવીણભાઇ જતાપરા, દ્વારા કરવામાં આવી હતી.
(3:58 PM IST)










