<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

બોલીવુડ ગીતોની જામશે મહેફીલઃ અમાલ-નિકીતા સૂર રેલાવશે

મનપાના બાવનમાં સ્‍થાપના દિવસ નિમિતે ડી.એચ. કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે સંગીતમય આયોજન : રાત્રે ૮.૩૦ કલાકથી કાર્યક્રમ શરૂ થશેઃ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણઃ શહેરના ૮ મહાનુભાવોને મેયર ઍવોર્ડથી સન્માનીત કરાશે

 રાજકોટ તા., ૧૫: રાજકોટ મહાનગરપાલિકાની સ્‍થાપનાની ૫ર-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપેઆવતીકાલે  તા.૧૯ મંગળવારના રોજ રાત્રે ૮.૩૦ કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્‍ડ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્‍તુત ભવ્‍ય બોલિવુડ મ્‍યુઝિકલ નાઈટકાર્યક્રમનું આયોજન કરેલ છે તેમ મેયર સહીતના પદાધિકારીઓએ જણાવ્‍યું હતું.

રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ માટે પણ એટલું જ વિખ્‍યાત છે. જુદા જુદા પ્રસંગોએ  યોજવામાં  આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. રંગીલું રાજકોટ દરેક ઉત્‍સવ અને અન્‍ય અવસરની ઉત્‍સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું  છે. મકરસંક્રાંતિ, ધુળેટી,  જન્‍માષ્ટમી, ગણપતિ ઉત્‍સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્‍કળતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્‍યેનો પ્રેમ અને ઉત્‍સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્‍ય શહેરો કરતા અલગ બનાવે છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  વિવિધ ક્ષેત્રમાં મહત્‍વ્‍પૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્‍માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્‍સવ રંગોળી સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સામાજિક અગ્રણી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્‍સ)ના હસ્‍તે કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ  દોશી, ધારાસભ્‍ય્‌ ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ  ભાજપ  મંત્રી બિનાબેન આચાર્ય,ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા,  શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ શહેરની સંગીત પ્રિય જનતાઉપસ્‍થિત રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્‍તુત ભવ્‍ય બોલિવૂડ મ્‍યુઝિકલ નાઈટમાણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

 

જાણો એન્‍ટ્રી તથા પાકિર્ંગની વ્‍યવસ્‍થા

* વી.વી.આઈ.પી. એન્‍ટ્રી પાસ(ગુલાબી કલર પાસ)-હેમુ ગઢવી હોલ સામેથી

      એન્‍ટ્રી તેમજ ર્પાકિંગ વ્‍યવસ્‍થા એન.સી.સી.ગ્રાઉન્‍ડ પાસે રહેશે.

* વી.આઈ.પી. એન્‍ટ્રી પાસ(બ્‍લુ કલર પાસ)-કોટક સાયન્‍સ કોલેજ ગેઇટ, ડો.યાજ્ઞિક રોડથી એન્‍ટ્રી તેમજ ર્પાકિંગ વ્‍યવસ્‍થા કોટક સાયન્‍સ કોલેજ કેમ્‍પસ, ડી.એચ.કોલેજ કેમ્‍પસ તથા સબ રજીસ્‍ટ્રાર કચેરી પાસે રહેશે.

* જનરલ એન્‍ટ્રી(એન્‍ટ્રી માટે પાસની જરૂરીયાત નથી)-હોમી દસ્‍તુર માર્ગથી એન્‍ટ્રી તેમજ ર્પાકિંગ વ્‍યવસ્‍થા હોમી દસ્‍તુર માર્ગ તથા એ.વી.પી.ટી.ગ્રાઉન્‍ડ તથા ડી.એચ.કોલેજ કેમ્‍પસમાં રહેશે.   

 


 

અમાલ મલિકઃ સંગીત પરિવારનું ચમકતું રત્‍ન

અમાલ મલિક ભારતના પ્રસિદ્ધ સિંગર અને પ્‍લેબેક સિંગર છે. જેમણે બોલિવૂડ ઇન્‍ડ.માં મહત્‍વપૂર્ણ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. અમાલ મલિકનો જન્‍મ મહારાષ્‍ટ્ર રાજ્‍યના મુંબઈ શહેરમાં ૧૯મી જૂન ૧૯૯૦ના રોજ થયેલ છે. અમાલ એક સંગીત પરિવારમાંથી આવે છે. અમાલ મલિક સંગીત નિર્દેશક સરદાર મલિકના પૌત્ર છે અને ડબુ મલિકના પુત્ર છે, સંગીતકાર અનુ મલિકના ભત્રીજા છે અને સિંગર અરમાન મલિકના ભાઈ છે.

અમાલ મલિકએ પોતાના કરિયરની શરૂઆત ૨૦૧૪માં હિન્‍દી ફિલ્‍મ ખૂબસુરતના ગીત ઙ્કનૈનાઙ્ઘ થી કરેલ હતી. અમાલ મલિકને તેમના કામ બદલ અનેક એવોર્ડ્‍સ પણ મળેલ છે. જેમાં, ફિલ્‍મફેર એવોર્ડ, ઝી સીને એવોર્ડ અને મિર્ચી મ્‍યુઝિક એવોર્ડ છે.

પ્રખ્‍યાત ફિલ્‍મ એમ.એસ. ધોનીના તમામ ગીતો અમાલ મલિક દ્વારા આપવામાં આવ્‍યા હતા.  તેણે માત્ર આઠ વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું.  અમાલ મલિકે લંડનની ટ્રિનિટી કૉલેજ ઑફ મ્‍યુઝિકમાંથી સંગીતનું શિક્ષણ મેળવ્‍યું છે.  આ ઉપરાંત તેમણે તેમના દાદા પાસેથી ભારતીય સંગીતનું સંપૂર્ણ શિક્ષણ મેળવ્‍યું છે. અમાલે તેની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરથી શરૂ કરી હતી. ૧૦મું પાસ કર્યા પછી તેણે પ્રખ્‍યાત સંગીતકારોને મદદ કરવાનું શરૂ કર્યું. તેમણે સહાયક સંગીતકાર તરીકે ઘણી ફિલ્‍મોમાં સંગીત આપ્‍યું.  ૨૦૦૮થી ૨૦૧૧ સુધી, તેણે ઘણી ફિલ્‍મોમાં સહાયક સંગીતકાર તરીકે પ્રીતમ સાથે કામ કર્યું. તેણે હિન્‍દી સિનેમામાં સંગીતકાર તરીકેની કારકિર્દીની શરૂઆત ફિલ્‍મ જય હોના ગીત નૈનાથી કરી હતી. આ ગીત તે સમયનું ચાર્ટબસ્‍ટર ગીત હતું.  આ સિવાય તે ખૂબસૂરતના ટાઈટલ ટ્રેકના સંગીતકાર પણ રહી ચૂકયા છે. તેની શરૂઆતની કારકિર્દીમાં, અમલે લગભગ ૬૭ જાહેરાત જિંગલ્‍સમાં કામ કર્યું હતું. જેમાં અમૂલ, વોડાફોન, હોર્લિક્‍સ, રિલેક્‍સો જેવી મોટી બ્રાન્‍ડ સામેલ છે. આ ઉપરાંત, તેણે ટીવી કોમર્શિયલ શોના ટાઈટલ ટ્રેક પણ કંપોઝ કર્યા હતા જેમાં હોંગે જુદા ના હમ અને ૨૬/૧૨ જેવા ગીતોનો સમાવેશ થાય છે.

લોકપ્રિય ગીતો

- જબ તક તુજે પ્‍યાર સે........., - મેં હૂં હીરો તેરા.........., - સોચ ના શકે..........,

- બોલ દો ના જરા દિલ મેં જો હે છૂપા.............., - કોન તુજ્‍હે યૂં પ્‍યાર કરેગા.............,

- મેં રહું યા ના રહું તુ મુજમે કહી બાકી રહેના..........

 

નિકિતા ગાંધીઃ યુવાઓ પર છવાયો જાદુ

નિકિતા ગાંધી એક ભારતીય પ્‍લેબેક સિંગર છે, જે મુખ્‍યત્‍વે તમિલ, હિન્‍દી, તેલુગુ, બંગાળી અને કન્નડ ફિલ્‍મોમાં ગાવા માટે જાણીતી છે. નિકિતા ચાર અલગ-અલગ ભાષાઓમાં ભારતીય ફિલ્‍મોમાં ઘણી સારી છે. તેણે ફિલ્‍મ રાબતાનું ગીત  રાબતા ગાયું છે, જેના માટે તેને ચાહકો તરફથી ઘણી પ્રશંસા મળી છે. જગ્‍ગા જાસૂસ ફિલ્‍મમાં, નિકિતાએ અરિજીત સિંહ સાથે તેનું ગીત ઉલ્લુ કા પટ્ટા ગાયું હતું જે હિટ બન્‍યું હતું. તેણે સચિનઃઅ બિલિયન ડ્રીમ્‍સ, શેફ, જબ હેરી મેટ સેજલ અને ઇત્તેફાક જેવી ફિલ્‍મો માટે ગીતો પણ ગાયા છે. તેણીએ કોકપિટ માટે આતિફ અસલમ સાથે બંગાળી ગીત ૅમેથે આલોૅ પણ ગાયું છે, તેના ગીતો ૅઆઓ કભી હવેલી પેૅ અને ૅપોસ્‍ટર લગવા દોૅ પણ લોકપ્રિય થયા હતા.

લોકપ્રિય ગીતો

- તેરે પ્‍યાર મેં...... - રાબતા........

- ક્‍વાફિરાના......... - જુગનું.............. 

 

 ‘બોલિવૂડ મ્‍યુઝિકલ નાઈટ'ની તડામાર તૈયારી : સુરેન્‍દ્રસિંહ વાળા -અધિકારીઓની સ્‍થળ મુલાકાત

રાજકોટ મહાનગરપાલિકાની સ્‍થાપનાની ૫૧ મી વર્ષગાંઠની ઉજવણીઃ ડી.એચ.કોલેજ ગ્રાઉન્‍ડમાં બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી ગીતો રેલાવશે

બેઠક, સ્‍ટેજ, લાઇટ, સાઉન્‍ડ, પાર્કિંગ સહિતની વ્‍યવસ્‍થાનું નિરીક્ષણ કરી જરૂરી સુચના આપતા સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન

રાજકોટ  : મહાનગરપાલિકા દ્વારા રંગીલા રાજકોટના નગરજનોને જુદાજુદા સાંસ્‍કળતિક કાર્યક્રમો માણી શકે તેવા  આશયથી વખતોવખત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે અંતર્ગત આવતીકાલ ૧૯ મીએ મહાનગરપાલિકાના સ્‍થાપના દિવસ અંતર્ગત બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્‍તુત ‘બોલિવૂડ મ્‍યુઝિકલ નાઈટ'નું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ  સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્‍થળ મુલાકાત કરી હતી.આ સ્‍થળ વિઝીટમાં આસી. કમિશનર એસ.જે.ધડુક, આસી.કમિશનર બી.એલ.કાથરોટીયા, આસી. કમિશનર દિપેન ડોડીયા, સિટી એન્‍જીનિયર અતુલભાઈ રાવલ, એડી.સિટી એન્‍જીનીયર ભાવેશ જીવાણી, આરોગ્‍ય અધિકારી ડો.જે.એલ.વકાણી, ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે, દબાણ હટાવ અધિકારી પરબત બારીયા, મેનેજર કૌશિક ઉનાવા, મનીષ વોરા, ભૂમિ પરમાર, કાશ્‍મીરા વાઢેર, લાઈબ્રેરિયન એન.એમ.આરદેશણા, ઈ.ચા. મેનેજર સિદ્ધાર્થ પંડ્‍યા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્‍વિજયસિંહ તુવર તેમજ સંબંધક અધિકારીશ્રીઓ અને જુદા જુદા કોન્‍ટ્રાક્‍ટ ધરાવતી એજન્‍સીઓના પ્રતિનિધિઓ વગેરે સ્‍થળ પર હાજર રહેલ.  બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્‍તુત ‘બોલિવૂડ મ્‍યુઝિકલ નાઈટ' શહેરીજનો વ્‍યવસ્‍થિત માણી શકે તે માટે બેઠક વ્‍યવસ્‍થા, સ્‍ટેજ વ્‍યવસ્‍થા, લાઈટ્‍સ, સાઉન્‍ડ, એલ.ઈ.ડી., સુરક્ષા, ર્પાકિંગ વગેરે તમામ બાબતોની સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને એજન્‍સીઓ સાથે કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરવામાં આવેલ.

(4:41 PM IST)