<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન દ્વારા અવેરનેશ કાર્યક્રમ સંપન્‍ન

તમામ બાળકોને ૨૫૦૦ ના મુલ્‍યની કીટ અપાઇ ભેટ : મહેમાનો દ્વારા વિવધ રાહતો-પ્રોત્‍સાહક યોજનાઓ જાહેર

રાજકોટ : જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા માસુમ બાળકોને સેવા સમર્પિત સંસ્‍થા છે. જેના દ્વારા ૧૪ નવેમ્‍બરના વર્લ્‍ડ ડાયાબિટી ડે તેમજ બાળ દિનના અનુસંધાને પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમ ખાતે જાગળતિથી સશક્‍તિકરણ એવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ગોવિંદભાઈ પટેલ, બિલ્‍ડર ડેકોરા ગ્રુપ જમનભાઈ પટેલ, જાણીતા ઉદ્યોગપતિ અને અગ્રણી દાતા ફાલ્‍કન ગ્રુપના કમલ નયનભાઈ સોજીત્રા, મેયર નયનાબેન પેઢડીયા, દેવાંગભાઈ દેસાઈ તેમજ સ્‍ટેન્‍ડિંગ ચેરમેન જયમીન ઠાકર તેમજ રાજવી માંધાતાસિંહ, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી મહેન્‍દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ સાંસદ રામજીભાઈ રામાણી, પૂર્વસાંસદ રમાબેન માવાણી, અમદાવાદના ખ્‍યાતનામ ડાયાબીટાલોજીટ ડો. સંજીવ ફાટક, ડો. બંસી સાબુ, ડિરેક્‍ટર ફેમિલી વેલ્‍ફેર ગુજરાત રાજ્‍યના ડો. નયનભાઈ જાની, કાર્ડિયોલોજીસ્‍ટ ડો. કિંજલ ભટ્ટ, આર્ટ ઓફ લિવિંગના સિનિયર ટીચર દીપકભાઈ પંજાબી,  બિલ્‍ડર્સ ધીરૂભાઈ રોકડ, પ્રભાતભાઈ સિંંધવ, હેમતભાઈ પટેલ, મુરલીધર ગ્રુપના વીરાભાઇ હુંબલ સહિતના અનેક મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી જેડી બાળકોને પ્રોત્‍સાહક પૂરું પાડ્‍યું હતું. જુવેનાઈલ ડાયાબિટીસ સંસ્‍થા દ્વારા નિરંતર ચાલતા સેવા યજ્ઞમાં બાળકોની લાઈફલાઈન અને સેવા માટે સદાય તત્‍પર રહેતા સૌરાષ્‍ટ્ર કચ્‍છના ખ્‍યાતનામ એન્‍ડોક્રાઇનોલોજીસ્‍ટ ડો.નિલેશ દેત્રોજા ડો.પંકજ પટેલ, હર્ષ દુર્ગીયા, ડો.સાગર બરાસરા, ડો. કૌશલ શેઠ, ડો. તપન પરીખ, ડો.ચેતન દવે અને ડો. ઝલક શાહ ઉપાધ્‍યાયએ આ કાર્યક્રમમાં ટાઈપ વન બાળકોને જાગળતિથી જ સશક્‍તિકરણ માટેની માહિતી પૂરી પાડી બાળકોમાં એક નવી ઉર્જા સર્જી દીધી હતી. મહેમાનોનું  ફૂલ અને બુકથી ટાઈપ વન બાળકોએ સ્‍વાગત કર્યું હતું. જુવેનાઈલ ડાયાબિટીસ સંસ્‍થા દ્વારા નિરંતર ચાલતા સેવાયજ્ઞના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ બાળકોને અંદાજિત ૨૫૦૦ રૂપિયાની ડાયાબિટીસ કીટ ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિપક પંજાબી એ ટાઈપ વન બાળકોને દરરોજ યોગા કરી અને નવી એનર્જી પૂરી પાડી શકો તેવી તાલીમ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના ટ્રસ્‍ટી અપૂલભાઈ દોશી, અનીશભાઈ શાહ, રોહિતભાઈ કાનાબાર, હરિકળષ્‍ણભાઈ પંડયા, અમિતભાઈ દોશી, અજયભાઈ લાખાણી, મિતેશભાઈ ગણાત્રાએ જેહમત ઉઠાવી હતી. તેમજ તેમના માર્ગદર્શન હેઠળ જેડીએફની સર્વ ટીમ કાર્યક્રમમાં કટિબંધ રહ્યા હતા. દરમિયાન રાજવી મહારાજ માધાતાસિંહે ભોમેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્‍ટ દ્વારા ટાઈપ વન ડાયાબિટીસ બે બાળકોને દત્તક લેવા અનુરોધ કર્યો હતો. તેમજ ત્‍યાં ભોમેશ્વર પાર્ટીપ્‍લોટમાં કોઈ પણ જુવેનાઇલ ડાયાબિટીસના પ્રોગ્રામ માટે નિશુલ્‍ક વાપરવા તેમજ ટાઈપ વન પીડિત બાળકના લગ્ન માટે પણ આ પ્‍લોટ ઉપયોગ નિશુલ્‍ક આપવા તત્‍પરતા બતાવી હતી. ટાઈપ વન બાળકો માટે હર હંમેશ ફાલ્‍કન પંપના દરવાજા ખુલ્લા રહેશે તેવી હુંફ ઉદ્યોગપતિ કમલનયન ભાઈ સોજીત્રાએ વ્‍યકત કરી હતી.

(2:25 PM IST)